શોધખોળ કરો

ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ

પેન્શનમાં વધારાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અંગે ચોમાસુ સત્રમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ આપ્યો મહત્વનો જવાબ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇપીએસ લઘુત્તમ પેન્શન ₹1000 થી ₹7500 કરવાની માંગ ઉઠી.
  • સંસદમાં સરકારે પેન્શન વધારવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
  • સરકારે પેન્શન ફંડની ટકાઉપણું ધ્યાનમાં રાખવી જરૂરી જણાવી.

EPS pension hike news: નોકરી કરતા લોકો માટે નિવૃત્તિ પછી પેન્શન એ મોટો આર્થિક સહારો હોય છે. પ્રાઇવેટ કે સરકારી સેક્ટરમાં નોકરી કરતા કર્મચારીઓ પીએફ (EPFO) અને તેની સાથે જોડાયેલી EPS (એમ્પ્લોયી પેન્શન સ્કીમ) થી સારી રીતે પરિચિત હશે જ. છેલ્લા ઘણા સમયથી EPS હેઠળ મળતા લઘુત્તમ પેન્શનની રકમ ₹1000 થી વધારીને ₹7500 કરવાની જોરદાર માંગ ઉઠી રહી છે. આ મુદ્દે હવે સંસદના ચોમાસુ સત્રમાં સરકાર તરફથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પેન્શન વધારવા અંગે કોઈ નવો નિર્ણય લેવાયો નથી. ચાલો આ આખા મામલાને અને સરકારના જવાબને વિગતે સમજીએ.

શું છે EPS અને હાલમાં કેટલું મળે છે પેન્શન?

કોઈપણ સરકારી કે ખાનગી ક્ષેત્રમાં કામ કરતો કર્મચારી EPFO વિશે જાણતો જ હોય છે. આ યોજનાની અંદર જ એક EPS સ્કીમ આવે છે, જે નિવૃત્તિ પછી કામ લાગે છે. આ સ્કીમનો મુખ્ય હેતુ એ છે કે નિવૃત્તિ પછી પણ કર્મચારીની જીવનશૈલીમાં કોઈ મોટો અને અણધાર્યો ફેરફાર ન આવે અને તેમને આર્થિક ટેકો મળતો રહે. હાલમાં આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછું (લઘુત્તમ) પેન્શન ₹1000 અને વધુમાં વધુ પેન્શન ₹7500 નક્કી કરાયેલું છે. જોકે, વર્તમાન મોંઘવારીને જોતા આ ₹1000 ની રકમને વધારવા માટે ઘણા સમયથી ચર્ચાઓ અને માંગણીઓ ચાલી રહી છે.

સંસદમાં પેન્શન વધારાના મુદ્દે શું ચર્ચા થઈ?

અત્યારે દેશમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જેમાં લોકોના હિત સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આ જ સત્રમાં લોકસભામાં કર્મચારીઓના EPS પેન્શનની રકમ વધારવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો સરકાર વતી જવાબ આપતા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે, "ઘણા બધા હિતધારકો દ્વારા પેન્શનમાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી."

આ પણ વાંચોઃ નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત

સરકારે કહ્યું- 'પેન્શન ફંડની ટકાઉપણું ધ્યાનમાં રાખવી જરૂરી'

મંત્રી શોભા કરંદલાજેએ તેમના જવાબમાં વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર EPS-95 પેન્શનરોને દર મહિને ઓછામાં ઓછું ₹1000 નું પેન્શન ચોક્કસ મળે તે સુનિશ્ચિત કરવા માટે બજેટરી સપોર્ટ (નાણાકીય સહાય) પૂરો પાડી રહી છે. સરકારે એમ પણ કહ્યું કે તેઓ EPFO ના સભ્યો માટે સામાજિક સુરક્ષા કવરેજને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પરંતુ, કોઈપણ નિર્ણય લેતા પહેલા પેન્શન ફંડની ટકાઉપણું (ફંડ સસ્ટેનેબિલિટી) અને ભવિષ્યની નાણાકીય જવાબદારીઓને પણ ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે.

કર્મચારી સંગઠનોની માંગ શું છે?

નોંધનીય છે કે, દેશના વિવિધ ટ્રેડ યુનિયનો અને જનપ્રતિનિધિઓ સહિત ઘણા સંગઠનોએ સરકાર પાસે વારંવાર એવી માંગ કરી છે કે પીએફ હેઠળ મળતું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધારીને સીધું ₹7500 કરવામાં આવે. પેન્શનરો અને સંગઠનોનું સ્પષ્ટ માનવું છે કે આજના જમાનામાં માત્ર ₹1000 પેન્શન તરીકે મેળવવાનો કોઈ અર્થ નથી. આટલી મામૂલી રકમમાં નિવૃત્ત લોકો માટે પોતાના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવું અત્યંત મુશ્કેલ બની જાય છે.

આ પણ વાંચોઃ EPFO Pension: 10 વર્ષની નોકરી પછી કેટલું પેન્શન મળશે? ₹10,000 અને ₹20,000 પર ગણતરી જાણો

Frequently Asked Questions

EPS હેઠળ લઘુત્તમ પેન્શન વધારવા માટે શું માંગણી કરવામાં આવી રહી છે?

ઘણા સમયથી EPS હેઠળ મળતું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધારીને ₹7500 કરવાની માંગ ઉઠી રહી છે. ₹1000 પેન્શન વર્તમાન મોંઘવારીમાં પર્યાપ્ત નથી.

EPS પેન્શન વધારા અંગે સરકારે સંસદમાં શું જણાવ્યું?

સરકારે સંસદમાં જણાવ્યું કે EPS પેન્શન વધારવા અંગે હજુ સુધી કોઈ નવો નિર્ણય લેવામાં આવ્યો નથી, જોકે ઘણા હિતધારકો દ્વારા માંગણી કરવામાં આવી છે.

EPS પેન્શન વધારા અંગે નિર્ણય લેતી વખતે સરકાર કઈ બાબતો ધ્યાનમાં રાખે છે?

સરકારે જણાવ્યું કે કોઈપણ નિર્ણય લેતા પહેલા પેન્શન ફંડની ટકાઉપણું અને ભવિષ્યની નાણાકીય જવાબદારીઓને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.

હાલમાં EPS હેઠળ લઘુત્તમ અને મહત્તમ કેટલું પેન્શન મળે છે?

હાલમાં EPS સ્કીમ હેઠળ ઓછામાં ઓછું ₹1000 અને વધુમાં વધુ ₹7500 પેન્શન નક્કી કરાયેલું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Embed widget