શોધખોળ કરો
મ્યુચ્યુઅલ ફંડ અને SIPમાં રોકાણ કરનારા કરોડો રોકાણકારો માટે આઘાતજનક સમાચાર, જાણો વિગત
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે માત્ર 3થી 5 ટકા વાર્ષિક વળતર આપ્યું છે.
![મ્યુચ્યુઅલ ફંડ અને SIPમાં રોકાણ કરનારા કરોડો રોકાણકારો માટે આઘાતજનક સમાચાર, જાણો વિગત equity mutual funds returns come down 3 to 5 percent less than bank fd and ppf મ્યુચ્યુઅલ ફંડ અને SIPમાં રોકાણ કરનારા કરોડો રોકાણકારો માટે આઘાતજનક સમાચાર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/10173226/mutual-fund.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવેલ ટેગલાઈન ‘મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ’ પર હવે સવાલ ઉઠવા લાગ્યા છે. ખાસ કરીને SIP દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર. તેનું એક મોટુંકારણ છે. છેલ્લાં પાંચ વર્ષમાં ઇક્વિટી સ્કીમોમાં રોકાણને એફડી અને પીપીએફ કરતાં પણ ઓછું રિટર્ન મળ્યું છે.
માત્ર 3થી 5 ટકાનું વળતર
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે માત્ર 3થી 5 ટકા વાર્ષિક વળતર આપ્યું છે. ઇકોનોમિક ટાઈમ્સના એક વિશ્લેષણ અનુસાર લાર્જ કેપ, મલ્ટી કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ્સમાં ત્રણથી પાંચ વર્ષનું વાર્ષિક વળતર પાંચ ટકાથી પણ નીચું રહ્યું છે. જ્યારે એસબીઆઈની એફડી પર વાર્ષિક વ્યાજ 5.3 ટકા છે.
વિશ્લેષકોનું કહેવું છે કે, જે રોકાણકાર દર વર્ષે 12થી 15 ટકાના વળતરની આશા લગાવીને SIPમાં રોકાણ કરવા આવ્યા હતા તેમને મોટો ઝાટકો લાગ્યો છે. માત્ર કેટલીક જ સ્કીમમાં વાર્ષિક 12 ટકાનું વળતર મળ્યું છે. જે રોકાણકારોએ નોટબંધી બાદ SIPમાં રોકાણ કર્યું હતું, તેમને ત્રણ વર્ષ પૂરા કરી લીધા છે અને હવે તેમની ધીરજ જવાબ આપી રહી છે. મિડ અને સ્મોલ કેપના મજબૂત પ્રદર્શનને જોતા તેમણે પોતાના રોકાણ પર 15-17 ટકાનું વળતર મેળવવાની આશા રાખી હતી પરંતુ તે પૂરી નથી થઈ.
ઇક્વિટી મ્યુચ્યુઅલ પંડમાં રોકાણ 95 ટકા સુધી ઘટ્યું
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોની આશાને જે મોટો ઝાટકો લાગ્યો છે તેનો પુરાવો છે રોકાણમાં આવેલો ભારે ઘટાડો. જૂનમાં તેમાં પાછલના મહિનાની તુલનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ પંડમાં રોકાણ 95 ટકાનો ભારે ઘટાડો આવ્યો છે. આ ચાર વર્ષનો સૌથી ખરાબ આંકડો છે. મે મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 5246 કરોડ રૂપિયાનું હતું. સ્પષ્ટ છે કે રોકાણકારોનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વલણ ઝડપથી ઘટી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)