Gold Price Hike: સોનામાં આવશે લાલચોળ તેજી, 10 ગ્રામનો ભાવ પહોંચશે 80 હજાર રૂપિયા
Gold Price: ક્રૂડ તેલ, એલ્યુમિનિયમ, કોપર, કોલસા સહિતની કોમોડિટીના ભાવમાં આગ લાગી છે. તેથી માનવામાં આવી રહ્યું છે આગામી સમય સોનાનો હોઈ શકે છે. સોનાના 10 ગ્રામનો ભાવ 80 હજારને પાર કરી શકે છે.
Gold Price Rise: જો તમે ધનતેરસના અવસર પર સોનું ખરીદવાનું વિચારતા હો તો તમારા માટે રોકાણનો સારો મોકો છે. જો તમારી પાસે સોનું પડ્યું હોય તો તમે ખુશ થઈ શકો છો. કારણકે સોનાની કિંમતમાં મોટા ઉછાળાની ભવિષ્યપાણી કરવામાં આવી છે. ક્રૂડ તેલ, એલ્યુમિનિયમ, કોપર, કોલસા સહિતની કોમોડિટીના ભાવમાં આગ લાગી છે. તેથી માનવામાં આવી રહ્યું છે આગામી સમય સોનાનો હોઈ શકે છે. સોનાના 10 ગ્રામનો ભાવ 80 હજારને પાર કરી શકે છે. વર્તમાન સ્તરથી સોનું 40 ટકા વધારે મોંઘુ થઈ શકે છે.
સોનાના ભાવમાં લાલચોળ તેજીની ભવિષ્યવાણી
જાણકારો મુજબ સોનાનો ભાવ 1800 ડોલર પ્રતિ ઔંસથી વધીને 3000 ડોલર પ્રતિ ઔંસ પહોંચી શકે છે. ગોલ્ડકોર્પ ઈંકના પૂર્વ પ્રમુખ ડેવિર ગેરોફેલો તથા રોબ મેક્વેન મુજબ જે પ્રકારે વૈશ્વિક મુદ્રામાં વધારો થઈ રહ્યો છે તે જોતાં સોનાની માંગ વધવી વાજબી છે. જેના કારણે સોનાની કિંમતમાં મોટો ઉછાળો આવી શકે છે. આ કારણે સોનાનો ભાવ 3000 ડોલર પ્રતિ ઔંસને આંબી શકે છે.
80 હજાર પ્રતિ 10 ગ્રામને પાર કરી શકે છે સોનું
ભારતમાં હાલ સોનાના 10 ગ્રામનો ભાવ 49,600 રૂપિયા આસપાસ કારોબાર કરે છે. જે 80 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર થઈ શકે છે. જાણકારોના કહેવા મુજબ વિશ્વભરની કેન્દ્રીય બેંકોના રાહત પેકેજ અને ઓછા વ્યાજની નીતિથી બજારમાં પૈસા વધ્યા છે, જેનાથી મોંઘવારી દરમાં વધારો થઈ શકે છે. જે લાંબા ગાળે સોનાની કિંમતમાં તેજી લાવવાનું કામ કરી શકે છે. રોકાણકારો કિંમતમાં ઘટાડોને ફાયદો ઉઠાવીને તેમના પોર્ટફોલિયોમાં સોનાનું રોકાણ વધારશે. જ્યારે પણ મોંઘવારીમાં વધારો થાય છે ત્યારે સોનાની માંગ પણ વધે છે. લોકો પોતાની મૂડીને પ્રોજેક્ટ કરવા માટે સોનામાં રોકાણ વધારી દે છે.
ભારતમાં વધી સોનાની માંગ
તહેવારોની સીઝનમાં ભારતમાં સોનાની માંગમાં તેજી જોઈ શકાય છે. ગત વર્ષે એપ્રિલ-સપ્ટેમ્બરમાં સોનાની આયાતમાં 252 ટકાનો વધારો થયો છે. ચાલુ વર્ષે આ સમયગાળામાં 6.8 અબજ ડોલર સોનાની આયાત કરવામાં આવી હતી. જે હાલ વધીને 24 અબજ ડોલર સુધી પહોંચી ચુકી છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ 5.11 અબજ ડોલર સોનાની આયાત થઈ છે.