શોધખોળ કરો
Advertisement
Explained: 100 રૂપિયામાં વેચાતા પેટ્રોલ-ડીઝલ પર સરકાર કેટલો તગડો ટેક્સ વસુલે છે? જાણો વિગતે
દેશના અનેક શહેરોમાં પ્રીમિયમ પેટ્રોલ રૂ. ૧૦૦ના આંકને વટાવી ગયું છે. રાજસ્થાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેટ સૌથી વધુ છે.
Petrol-Diesel Price: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત નવમા દિવસે વધારો થયો છે. પાટનગર દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 25 પૈસાનો વધારો થયો છે. જે બાદ હવે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 89.54 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 79.95 રૂપિયા પર પહોંચી ગઈ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સામાન્ય પેટ્રોલ 100 લિટર પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 96 રૂપિયા પર પહોંચી ગયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 96.00 રૂપિયા અને ડીઝલની કિંમત 86.97 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ નવા રેકોર્ડ સ્તરોને સ્પર્શે છે.
દેશમાં છેલ્લા આઠ દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. ૨.૩૬ અને ડીઝલના ભાવમાં રૂ. ૨.૯૧નો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. બેંચમાર્ક ક્રૂડ 63 બેરલને પાર થઈ ગયું છે.
દેશના અનેક શહેરોમાં પ્રીમિયમ પેટ્રોલ રૂ. ૧૦૦ના આંકને વટાવી ગયું છે. રાજસ્થાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેટ સૌથી વધુ છે. આથી રાજસ્થાનના ગંગાનગરમાં થોડાક દિવસો પહેલાં જ પ્રીમિયમ પેટ્રોલ રૂ. ૧૦૦ને પાર થઈ ગયું હતું. ગત મહિનાના અંતમાં રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
એક લિટર પેટ્રોલ સરકારને કેટલામાં પડે અને તમે તેના પર કેટલો ટેક્સ આપો છો
એક લિટર ડીઝલ સરકારને કેટલામાં પડે અને તમે તેના પર કેટલો ટેક્સ આપો છો
એક્સાઈઝ ડ્યૂટમાં ઘટાડાની હાલ કોઈ યોજના નથીઃ સરકાર
આ પહેલા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે સંસદમાં કહ્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડાવની હાલમાં કોઈ યોજના નથી. વૈશ્વિક બજારમાં કોવિડ સંકટ બાદ પ્રથમ વખત ક્રૂડ ઓઈલનો ભાવ 63 ડોલર પ્રતિ બેરલ સુધી ગયો છે. ભારત પેટ્રોલ પ્રોડક્ટની જરૂરતના 80 ટકા આયાત પર નિર્ભર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion