શોધખોળ કરો
Advertisement
26 કરોડથી વધુ ફેસબુક યૂઝર્સની પર્સનલ માહિતી લીક
26 કરોડથી વધુ ફેસબુક યૂઝર્સની પર્સનલ માહિતી ડોર્ક વેબ પર એક અસુરક્ષિત ડેટાબેઝમાં લીક થઈ છે.
નવી દિલ્હી: ફેસબુક યુઝર્સના ડેટા લીકનો વધુ એક મામલો સામે આવ્યો છે. 26 કરોડથી વધુ ફેસબુક યૂઝર્સની પર્સનલ માહિતી ડોર્ક વેબ પર એક અસુરક્ષિત ડેટાબેઝમાં લીક થઈ છે. સાયબર સિક્યોરિટી ફર્મ Comparitech અને રિસર્ચર બોબ ડિયાચેન્કો અનુસાર 267,140,436 ફેસબુક યૂઝર્સના આઈડી, ફોન નંબર અને સંપૂર્ણ નામ એક ડેટાબેઝમાં જોવા મળ્યા છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, ડેટાબેઝમાં જે લોકોના નામ છે, તેમને સ્પામ મેસેજ કે ફિશિંગ સ્કિમ્સથી ટાર્ગેટ કરવામાં આવી શકે છે.
જોકે, હજુ સુધીએ સ્પષ્ટ નથી થયું કે, કેટલી સંવેદનશીલ માહિતી લીક થઈ છે. ડિયાચેન્કોનું અનુમાન છે કે, ફેસબુક યૂઝર્સની અંગત માહિતીને સ્ક્રેપિંગની ગેરકાયદે પ્રક્રિયા મારફતે એક્ત્ર કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં ઓટોમેટેડ બોટ્સ ફેસબુક પ્રોફાઈલ્સથી પબ્લિક માહિતી કોપી કરે છે અથવા તો સીધા ફેસબુકના ડેવલપર APIમાંથી માહિતી ચોરી કરી લે છે. Comparitech વેબસાઈટના બ્લોગપોસ્ટ અનુસાર, ડેટાબેઝ ગયા સપ્તાહે એક ઓનલાઈ હેકર ફોરમ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ ઓનલાઈ હેકર ફોરમનો સંબંધ એક ક્રાઈમ ગ્રુપ સાથે છે.
ફેસબુક દ્વારા કહેવામાં આવ્યું કે, આ રિપોર્ટ અંગે તપાસ કરી રહ્યા છીએ, જોકે હવે ડેટાબેઝ સુધીના એક્સેસને દૂર કરી દેવાયો છે. ફેસબુક યૂઝર્સના રેકોર્ડ બે સપ્તાહ સુધી ઉપલબ્ધ હતા અને આ માહિતી મેળવવા માટે કોઈ પાસવર્ડની સિક્યોરિટી પણ રાખવામાં આવી નહોતી. આ પહેલા, સપ્ટેમ્બરમાં 40 કરોડથી વધુ ફેસબુક યૂઝર્સના ફોન નંબર લીક થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement