Fact check: શું 30 હજારથી વધારે જમા કરાવવા પર બંધ થઈ જશે તમારું બેંક એકાઉન્ટ ? જાણો શું છે આ દાવાની હકીકત
PIB ફેક્ટ ચેક દ્વારા માહિતી આપવામાં આવી છે કે જો ખાતામાં 30 હજાર રૂપિયાથી વધુ જમા થશે તો તમારું ખાતું બંધ કરવામાં આવશે નહીં. ગવર્નર દ્વારા એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
PIB Fact Check: કેટલાક દિવસોથી એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો તમારા ખાતામાં 30 હજારથી વધુ રૂપિયા જમા થશે તો ખાતું બંધ થઈ જશે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે આ જાહેરાત ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા કરવામાં આવી છે. આ અંગે આરબીઆઈ દ્વારા સત્ય જણાવવામાં આવ્યું છે.
PIB ફેક્ટ ચેક દ્વારા માહિતી આપવામાં આવી છે કે જો ખાતામાં 30 હજાર રૂપિયાથી વધુ જમા થશે તો તમારું ખાતું બંધ કરવામાં આવશે નહીં. ગવર્નર દ્વારા એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે.
પીઆઈબીએ ટ્વિટ કર્યું
પીઆઈબી દ્વારા ટ્વિટર પર આ માહિતી આપવામાં આવી છે, જેમાં એક તસવીર પણ શેર કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે જો તમે 30 હજાર રૂપિયાથી વધુ જમા કરો છો તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે. જોકે, પીઆઈબીએ ટ્વિટર પર માહિતી આપી છે કે રિઝર્વ બેંક કે ગવર્નર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
एक ख़बर में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक के गवर्नर ने बैंक खातों को लेकर एक अहम ऐलान किया है कि अगर किसी भी खाताधारक के खाते में 30,000 रुपये से ज्यादा है तो उसका खाता बंद कर दिया जाएगा#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) June 15, 2023
▪️ यह ख़बर #फ़र्ज़ी है।
▪️ @RBI ने ऐसा कोई निर्णय नहीं लिया है। pic.twitter.com/dZxdb5tOU9
નકલી સંદેશાઓ ટાળો
રિઝર્વ બેંક વારંવાર લોકોને ફેક મેસેજથી દૂર રહેવાની સલાહ આપે છે. અન્ય લોકો સાથે કોઈપણ પ્રકારની અંગત માહિતી શેર ન કરવાની સલાહ પણ આપે છે, કારણ કે તમે આનાથી મોટી સમસ્યામાં ફસાઈ શકો છો. આ સાથે જ રિઝર્વ બેંક પણ અન્ય કોઈની સાથે ફેક મેસેજ શેર ન કરવા માટે કહે છે.
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.