મોદી સરકાર પ્રધાનમંત્રી નારીશક્તિ યોજના હેઠળ 2.20 લાખ રૂપિયા રોકડા, 25 લાખ રૂપિયા લોન આપે છે ? જાણો વિગત
હાલમાં જ એક યુટ્યુબ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના' હેઠળ તમામ મહિલાઓને 2 લાખ 20 હજાર રૂપિયાની રોકડ રકમ તેમજ 25 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, આ દરમિયાન સોશિયલ મીડિયા પર મોદી સરકારની યોજનાઓ સાથે જોડાયેલા ઘણા વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ એક યુટ્યુબ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના' હેઠળ તમામ મહિલાઓને 2 લાખ 20 હજાર રૂપિયાની રોકડ રકમ તેમજ 25 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. હવે PIB ફેક્ટ ચેકમાં આ પોસ્ટનું સત્ય બહાર આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) યુનિટ દેશના લોકોને ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી નકલી પોસ્ટથી વાકેફ કરવા માટે સતત કામ કરી રહ્યું છે. મંગળવારે પીઆઈબીએ તે પોસ્ટનું સત્ય જાહેર કર્યું જેમાં કેન્દ્રની મોદી સરકારે મહિલાઓને 2 લાખ અને 25 લાખ રૂપિયા આપવાનો દાવો કર્યો હતો. પીઆઈબીએ આ સંબંધમાં પોતાના ટ્વીટમાં કહ્યું કે, 'એક યુટ્યુબ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના' હેઠળ તમામ મહિલાઓને 2 લાખ 20 હજાર રૂપિયાની રોકડ રકમ તેમજ 25 લાખ રૂપિયા સુધીની લોન આપશે.
एक #YouTube वीडियो में यह दावा किया जा रहा है कि केंद्र सरकार सभी महिलाओं को 'प्रधानमंत्री नारी शक्ति योजना' के तहत 2 लाख 20 हजार रूपए की नकद धनराशि और साथ ही ₹25 लाख तक का लोन दे रही है#PIBFactCheck
▶️यह दावा #फर्जी है
▶️केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है pic.twitter.com/IhdMF1LXhE — PIB Fact Check (@PIBFactCheck) February 22, 2022
PIBની સત્તાવાર ટ્વિટર પ્રોફાઇલે આ દાવાને નકારી કાઢ્યો છે અને તેને નકલી ગણાવ્યો છે. PIB ફેક્ટ ચેક મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના (પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના) ચલાવવામાં આવી રહી નથી. પીઆઈબીએ ટ્વિટર પર દાવાનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તે જોઈ શકાય છે કે મોટા અક્ષરોમાં લખેલું છે, 'ગેરંટી વિના, વ્યાજ વગર, સુરક્ષા વિના... SBI તમામ મહિલાઓને 25 લાખની લોન આપી રહી છે. ભારતભરની મહિલાઓ માટે નારી શક્તિ યોજના 2021. તમને ફરી એકવાર જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી, જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે.