FasTag Rules: તમારી કારમાં લાગ્યું છે જૂનુ ફાસ્ટેગ તો થઈ જાવ એલર્ટ, આ મહિનાથી બદલી ગયા આ 7 નિયમો
ફાસ્ટેગ તમામ ડ્રાઇવરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. આનાથી ટોલ પ્લાઝા પર સમયની બચત થાય છે, પરંતુ પૈસાની પણ બચત થાય છે.
ફાસ્ટેગ તમામ ડ્રાઇવરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. આનાથી ટોલ પ્લાઝા પર સમયની બચત થાય છે, પરંતુ પૈસાની પણ બચત થાય છે. જો તમે પણ કારમાં મુસાફરી કરો છો તો તમારે ફાસ્ટેગ વિશે સારી રીતે જાણવું જ જોઈએ. આ મહિનાથી આ મહત્વપૂર્ણ ફાસ્ટેગ સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાયા છે.
1લી ઓગસ્ટથી લાગુ થયા નિયમો
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIએ ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. NPCIનું કહેવું છે કે ફાસ્ટેગના નવા નિયમો ટોલ બૂથ પર ટોલ ચૂકવવાની પ્રક્રિયાને સરળ બનાવવા અને વાહનોની ભીડ ઘટાડવાનો છે. ફાસ્ટેગના બદલાયેલા નિયમોથી નવા અને જૂના બંને ગ્રાહકો પ્રભાવિત થવાના છે. આ ફેરફારો 1 ઓગસ્ટ, 2024થી લાગુ થઈ ગયા છે. ચાલો જાણીએ કે આ ઓગસ્ટ મહિનાથી ફાસ્ટેગ સંબંધિત કયા નિયમો બદલાયા છે.
આ મહિનાથી બદલાઈ ગયા આ 7 નિયમો
1: જો તમારું ફાસ્ટેગ 5 વર્ષથી વધુ જૂનું છે તો તમારે તેને બદલવું પડશે.
2: જો તમારું ફાસ્ટેગ 3 વર્ષથી વધુ જૂનું છે તો હવે તમારે KYC અપડેટ કરવું પડશે.
3: હવે દરેક યુઝર માટે કારના રજીસ્ટ્રેશન નંબર અને ચેસીસ નંબરને ફાસ્ટેગ સાથે લિંક કરવું ફરજિયાત બની ગયું છે.
4: નવી કાર ખરીદવા પર, વપરાશકર્તાએ 90 દિવસની અંદર ફાસ્ટેગ પર નોંધણી નંબર અપડેટ કરવાનો રહેશે.
5: તમામ ફાસ્ટેગ પ્રદાતાઓ એટલે કે ફાસ્ટેગ પ્રદાન કરતી બેંકો અને કંપનીઓએ તેમના ડેટાબેઝની ચકાસણી કરવી પડશે.
6: ફાસ્ટેગની સાથે આગળ અને પાછળથી કારનો સ્પષ્ટ ફોટોગ્રાફ અપલોડ કરવો જરૂરી છે.
7: ફાસ્ટેગને એક મોબાઈલ નંબર સાથે લિંક કરવું આવશ્યક છે.
ફાસ્ટેગ આ રીતે કામ કરે છે
ફાસ્ટેગ સ્ટીકરના રૂપમાં ઉપલબ્ધ છે, જે વાહનોની આગળની વિન્ડશિલ્ડ પર લગાવવામાં આવે છે. ફાસ્ટેગની મદદથી દરેક ટોલ બૂથ પરથી પસાર થતા વાહનો દ્વારા આપમેળે ટોલ ચૂકવવામાં આવે છે. જેના કારણે ટોલ બૂથ પર વાહનોની ભીડ જોવા મળતી નથી. જો ડ્રાઇવરો પાસે ફાસ્ટેગ નથી, તો તેમણે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે.
શું છે FASTag ?
FASTag ટોલ સંગ્રહ માટે પ્રિપેડ રિચાર્જેબલ ટેગ્સ છે. જેમાંથી ટોલ ટેક્સની આપમેળે ચૂકવણી થઈ જાય છે. જેને વાહનની વિંડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે. FASTagની મદદથી તમારે ટોલ ટેક્સ પર વાહનને વધારે સમય સુધી લાઇનમાં નથી ઊભા રહેવું પડતું. જેવું વાહન ટોલ પ્લાઝા પાર કરશે કે તરત વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાં આવેલા FASTagથી લિંક્ડ બેંક એકાઉન્ટ, પ્રીપેડ વોલેટથી ટોલ કપાઈ જાય છે.