શોધખોળ કરો
Advertisement
EPFOએ EPF પર વ્યાજદરમાં કર્યો વધારો, 2018-19માં 8.65 ટકા વ્યાજ મળશે
કેન્દ્રના આ નિર્ણયથી ઔપચારિક ક્ષેત્રમાં કામ કરનારા છ કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. ગયા નાણાકીય વર્ષમાં ઇપીએફઓએ પોતાના શેરધારકોને 8.55 ટકાના દરથી વ્યાજ આપ્યું હતું.
નવી દિલ્હીઃ EPFO પર નાણાકીય વર્ષ 2018-19માં 8.65 ટકા વ્યાજ મળશે. નાણા મંત્રાલયે વ્યાજ દર વધારવાના ઇપીએફઓના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રના આ નિર્ણયથી ઔપચારિક ક્ષેત્રમાં કામ કરનારા છ કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. ગયા નાણાકીય વર્ષમાં ઇપીએફઓએ પોતાના શેરધારકોને 8.55 ટકાના દરથી વ્યાજ આપ્યું હતું. એક સૂત્રએ કહ્યું કે, નાણા મંત્રાલય હેઠળ કામ કરનારા આર્થિક સેવા વિભાગે ઇપીએફઓને નાણાકીય વર્ષ 2018-19 માટે ઇપીએફ પર વ્યાજ દર 8.65 ટકા કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી.
આ અગાઉ ફેબ્રુઆરીમાં કેન્દ્રિય રોજગાર મંત્રી સંતોષ ગંગવારના નેતૃત્વમાં ઇપીએફઓની ટોચની સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ નાણાકીય વર્ષ 2018-19 માટે ઇપીએફ પર વ્યાજ દરને વધારીને 8.65 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો જે ત્રણ વર્ષની અંદર વ્યાજ દરમાં પ્રથમ વધારો કર્યો હતો.
નાણાકીય વર્ષ 2017-18માં ઇપીએફ પર વ્યાજ દર 8.55 ટકા હતો જે વધારીને 8.65 ટકા કર્યો હતો. ઇપીએફઓએ અગાઉ 2016-17માં વ્યાજ દર વધારીને 8.65 ટકા કર્યો હતો જે નાણાકીય વર્ષ 2015-16માં 8.8 ટકા હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
એસ્ટ્રો
ગુજરાત
Advertisement