શોધખોળ કરો

Fino Payments Bank IPO: આજે ખુલ્યો ઈશ્યૂ, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ અને ક્યારે થશે લિસ્ટ

ફિનો પેમેન્ટ્સે રિટેલ રોકાણકારો માટે ઇશ્યૂના 10% ફાળવ્યા છે. QIB માટે 75% અને NII માટે 15% અનામત છે.

Fino Payments Bank IPO: ફિનટેક પેમેન્ટ કંપની ફિનો પેમેન્ટ્સ બેંકનો IPO આજે એટલે કે 29 ઓક્ટોબરે ખુલી રહ્યો છે અને 2 નવેમ્બરે બંધ થશે. કંપની આ ઈસ્યુમાંથી 1200 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે. આ IPOમાં રૂ. 300 કરોડનો નવો ઈશ્યુ અને રૂ. 900.29 કરોડની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. કંપનીના પ્રમોટર્સ OFSમાં 1,56,02,999 શેર વેચશે.

બ્રોકરેજ ફર્મ્સ માને છે કે કંપનીના એસેટ લાઇટ મોડલ અને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ હોવા છતાં, તેનું ઊંચું મૂલ્યાંકન રોકાણકારોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. આ જ કારણ છે કે બ્રોકરેજ કંપનીઓ સાવધાનીપૂર્વક તેમાં રોકાણ કરવાની સલાહ આપી રહી છે.

મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ અનુસાર, કંપનીની ઇશ્યૂ કિંમત રૂ. 560-577 છે. તદનુસાર, લિસ્ટિંગ પછી કંપનીના શેરનું પ્રાઇસ-ટુ-બુક મૂલ્ય રૂ. 10.58 અને માર્કેટ કેપ રૂ. 4,8015 કરોડ છે.

રિલાયન્સ સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે ફિનો પેમેન્ટ્સ બેન્ક પાસે કોઈ લિસ્ટેડ હરીફ કંપની નથી. બેંકની 95% આવક ફી અને કમિશનમાંથી આવે છે. કંપનીનો વિકાસ દેશમાં ડિજિટલ પેમેન્ટના વિસ્તરણ પર નિર્ભર છે.

ફિનો પેમેન્ટ્સે રિટેલ રોકાણકારો માટે ઇશ્યૂના 10% ફાળવ્યા છે. QIB માટે 75% અને NII માટે 15% અનામત છે. કંપનીએ તેના કર્મચારીઓ માટે 3 કરોડ શેર અલગ રાખ્યા છે.

એન્કર રોકાણકારો પાસેથી રૂ. 539 કરોડ એકત્ર કર્યા

ઈસ્યુ ખુલવાના એક દિવસ પહેલા કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 538.78 કરોડ એકત્ર કર્યા છે. કંપનીનો ઈશ્યુ 2 નવેમ્બરે બંધ થશે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે એન્કર રોકાણકારોને રૂ. 577 પ્રતિ શેરના ભાવે 93,37,641 ઇક્વિટી શેર જારી કર્યા છે અને રૂ. 539 કરોડ ઊભા કર્યા છે.

એન્કર રોકાણકારો કે જેમણે કંપનીના ઈશ્યુમાં રોકાણ કર્યું છે તેમાં Pinebridge Global Funds, HSBC, Invesco Trustee, ITPL Invesco, Mathews Asia Small Finance Companies Fund, Fidelity Funds, Societe Generale અને Segnati India Mouritius નો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક અન્ય એન્કર રોકાણકારોએ પણ રોકાણ કર્યું છે. તેમાં BNP પરિબા, TATA MF, SBI લાઇફ ઇન્શ્યોરન્સ, મોતીલાલ ઓસ્વાલ MF અને આદિત્ય બિરલા સનલાઇફ ટ્રસ્ટી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget