First time Home Buyers: જો તમે પહેલીવાર ઘર ખરીદી રહ્યા છો તો આ 5 વાતોનું ધ્યાન રાખો, નહીં તો પછતાવાનો આવશે વારો
First time Home Buyers: જીવનના મોટા નિર્ણયોમાંનો એક છે પોતાનું ઘર ખરીદવું. લોકો શહેરમાં ઘર ખરીદવાની યોજના બનાવે છે,કારણ કે જમીનની ઉપલબ્ધતા ન હોવાને કારણે ત્યાં ઘર બનાવવું સરળ નથી.
First time Home Buyers: જીવનના મોટા નિર્ણયોમાંનો એક છે પોતાનું ઘર ખરીદવું. લોકો શહેરમાં ઘર ખરીદવાની યોજના બનાવે છે,કારણ કે જમીનની ઉપલબ્ધતા ન હોવાને કારણે ત્યાં ઘર બનાવવું સરળ નથી. આવી સ્થિતિમાં, લોકો રેડીમેડ સોસાયટી અથવા બિલ્ડિંગમાં ફ્લેટ/એપાર્ટમેન્ટ ખરીદવાનું પસંદ કરે છે. તો બીજી તરફ, ઘણા લોકોને ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ પસંદ નથી, તેથી તેઓ સ્વતંત્ર મકાન ખરીદવાનો વિકલ્પ જુએ છે.
ભાવનાત્મક પણ અને નાણાકીય પણ
સૌ પ્રથમ, જાણી લો કે ઘર ખરીદવું એ દરેક માટે ભાવનાત્મક નિર્ણય છે. તે લોકોને ભાવનાત્મક સુરક્ષાનો અનુભવ કરાવે છે. આ સિવાય એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘર ખરીદવું એ આર્થિક રીતે મોટો નિર્ણય છે. દરેક વ્યક્તિ માટે એક કરતાં વધારે મકાન ખરીદવું કે બાંધવું શક્ય નથી. આવી સ્થિતિમાં પહેલીવાર ઘર ખરીદતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.
સૌથી મહત્વપૂર્ણ છે યોગ્ય લોકેશન
ઘર ખરીદવામાં લોકેશન સૌથી મહત્વનું છે. યોગ્ય લોકેશન પર ઘર ન ખરીદવું એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જ્યાં તમે ઘર ખરીદી રહ્યા છો, જો વસવાટ ઓછો હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટની પૂરતી વ્યવસ્થા ન હોય, સ્કૂલ-હોસ્પિટલ જેવી સુવિધા ન હોય, તો એવી જગ્યાએ સસ્તાના ચક્કરમાં ઘર ન ખરીદો. કારણ કે, તમારો પરિવહન ખર્ચ અને સમય પણ બરબાદ થઈ જશે. તેમજ પ્રોપર્ટીની કિંમત પણ વધશે નહીં. ઘરને એવી જગ્યા લો, જ્યાં વિકાસની શક્યતાઓ વધુ હોય. ઘર ખરીદતા પહેલા લોકેશન સારી રીતે તપાસો.
લોન અંગે પુરી માહિતી મેળવી લો
સામાન્ય રીતે, ઘરની કિંમતના 10 થી 20 ટકા ડાઉન પેમેન્ટ જરૂરી છે. બેંક બાકીના નાણાંનું ધિરાણ કરે છે. તમે ઘર બનાવવા માટે હોમ લોન પણ લઈ શકો છો. હોમ લોન માટે બેંક પાસેથી પ્રી-એપ્રુવલ લેવું વધુ સારું છે. બેંકો તમારી લોન ચૂકવવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે અને તમને જણાવે છે કે તમે કેટલી લોન મેળવી શકો છો. આની મદદથી તમે તમારા બજેટમાં ઘર શોધી શકો છો. તેમજ ડાઉન પેમેન્ટ પણ જાણવા મળે છે. જો તમે ચાર-છ બેંકો અથવા NBFC સાથે વાત કરો છો, તો તમને લોન માટે વધુ સારી ડીલ મળી શકે છે.
પહેલા આ ખર્ચાઓ અંગે વ્યવસ્થા કરી લો
ઘર ખરીદવામાં બીજા ઘણા ખર્ચાઓ સામેલ છે. જેમ કે રજિસ્ટ્રી, મેન્ટેનન્સ અથવા અન્ય ચાર્જીસ. આ બધા વિશે અગાઉથી જાણી લો. લોન ઉપરાંત જે ખર્ચો કરવા પડે તેની વ્યવસ્થા કરો. ઘણા લોકો ડાઉનપેમેન્ટ અને અન્ય ખર્ચાઓ માટે વ્યક્તિગત લોન લે છે, જે તેમને દેવાની જાળમાં ધકેલી દે છે. આને ટાળો. ઘર ખરીદવામાં ઉતાવળ કરવાનું ટાળો. પહેલા બાકીના પૈસાની વ્યવસ્થા કરો, પછી ઘર ખરીદવાની તૈયારી કરો.
બિલ્ડર/ડીલર પર આંધળો વિશ્વાસ ન કરો
બિલ્ડર કે પ્રોપર્ટી ડીલર પર આંધળો વિશ્વાસ ન કરો. એવા લાખો લોકો છે જેમણે વર્ષો પહેલા ઘર કે ફ્લેટ બુક કરાવ્યા હતા. આજે પણ તેમને તેમના ઘરનો કબજો મળ્યો નથી. આવી સ્થિતિમાં એક તરફ તેઓ લોનના હપ્તા ભરી રહ્યા છે તો બીજી તરફ ભાડું પણ ચૂકવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોની આર્થિક સ્થિતિ અસ્થિર બની જાય છે. આ કારણોસર, બિલ્ડર અથવા પ્રોપર્ટી ડીલરની વાત પર આધાર રાખવા કરતાં તમે જાતે બધી બાબતોની પતાસ કરી લો.