Zomato Share Price Update: પ્રથમ વખત Zomatoનો શેર 70 રૂપિયાથી નીચે ગયો, IPO પ્રાઇસથી 9 ટકાનો ઘટાડો
Zomato Stock Price: સોમવારના ટ્રેડિંગ સેશનમાં Zomatoનો શેર પ્રથમ વખત રૂ. 70ની નીચે આવ્યો છે. Zomatoના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયા બાદ IPOની કિંમતમાં લગભગ 9 ટકાનો ઘટાડો થયો છે.
Zomato Share Price: ફૂડ ડિલિવરી કંપની Zomatoના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારના ટ્રેડિંગ સેશનમાં Zomatoનો શેર પ્રથમ વખત રૂ. 70ની નીચે આવ્યો છે. Zomatoના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયા બાદ IPOની કિંમતમાં લગભગ 9 ટકાનો ઘટાડો થયો છે. સોમવારે બજાર બંધ થતાં સમયે શેર 3.14 ટકાના ઘટાડા સાથે રૂ. 69.50ના ભાવે બંધ થયો હતો. અગાઉ બજારમાં ભારે ઘટાડાથી Zomatoનો સ્ટોક 68.75 રૂપિયા સુધી સરકી ગયો હતો. Zomatoએ 115 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયો હતો જ્યારે ઇશ્યૂ પ્રાઇસ 76 રૂપિયા પ્રતિ શેર હતી.
માર્કેટ કેપ રૂ. 55,000 કરોડથી નીચે
Zomato કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને 55,000 કરોડની નીચે રૂ. 54,709 કરોડ થયું છે. Zomatoનો સ્ટોક રૂ. 169ની સર્વોચ્ચ સપાટીથી 60 ટકાની નજીક આવી ગયો છે. અગાઉ, બજારમાં ભારે ઘટાડાથી, Zomatoનો સ્ટોક 68.75 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો હતો.
ઘણા બ્રોકરોએ આપી શેર ખરીદવાની સલાહ
બ્રોકરેજ હાઉસે Zomatoના સ્ટોકમાં ખરીદીનો સલાહ આપી છે. થોડા મહિના પહેલા જ વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે Zomatoના શેર ખરીદવાની સલાહ આપી હતી. જેફરીઝે રોકાણકારોને રૂ. 175ના ટાર્ગેટ સાથે Zomato શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, ઝોમેટોના સ્ટોકમાં કરેક્શન હોવા છતાં તે વૈશ્વિક સામનો કરતી કંપનીઓ કરતાં સારી છે. એટલે કે રોકાણકારો ઝોમેટોમાં રોકાણ કરીને ડબલ વળતર મેળવી શકે છે.
Disclaimer: અહીં આપેલી જાણકારી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com તરફથી ક્યારેય કોઈપણ પ્રકારના રૂપિયા લગાવવાની સલાહ આપવામાં આવતી નથી.)
આ પણ વાંચોઃ
Demat Account Opening: LIC IPO ના કારણે ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું ઘોડાપૂર ! જાણો વિગત
C.R. પાટીલે કેજરીવાલને ખાલિસ્તાનવાદીઓના સમર્થક ગણાવતાં કેજરીવાલે શું આપ્યો જવાબ ?
IPL 2022: જાડેજાને કેપ્ટન બનાવવા વિશે ધોનીએ શું કર્યો મોટો ધડાકો