શોધખોળ કરો
Advertisement
1 ઓગસ્ટથી નવી કાર કે ટૂ-વ્હીલર ખરીદવું થશે સસ્તું, જાણો શું છે નવો નિયમ
ઈરડાના નિર્દેશો મુજબ કારની ખરીદી પર 3 વર્ષ અને ટૂ વ્હીલરની ખરીદી પર 5 વર્ષનો થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી નહીં હોય.
નવી દિલ્હીઃ કોરોના કાળમાં કાર-બાઇકના વેચાણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. પરંતુ હવે નવી કાર કે બાઇર ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. જો તમે 1 ઓગસ્ટ બાદ નવી કાર કે મોટરસાઇકલ ખરીદવા માંગતા હો તો ઓછા રૂપિયા ખર્ચ કરવા પડશે. એક ઓગસ્ટથી કાર અને ટૂ વ્હીલર્સ ઈન્શ્યોરન્સ પોલિસીના નિયમોમાં બદલાવ થઈ રહ્યો છે, જે બાદ ગ્રાહકોએ ઈન્શ્યોરન્સ પર ઓછી કિંમત ચૂકવવી પડશે.
શું છે ઈરડાનો નિયમ
ઈરડા દ્વાર લોંગ ટર્મ ઈન્શ્યોરન્સ પેકેજ યોજનાને પરત લેવાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત ત્રણ કે પાંચ વર્ષના લાંબાગાળાની અવધિ માટે મોટર વાહન વીમાને ફરજિયાત કરવાનો નિયમ ખતમ કરી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત મોટર થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ ઈન્શ્યોરન્સમાં બદલાવ થવા જઈ રહ્યો છે. ઈરડાના નિર્દેશો મુજબ કારની ખરીદી પર 3 વર્ષ અને ટૂ વ્હીલરની ખરીદી પર 5 વર્ષનો થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી નહીં હોય. આ નિયમ 1 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement