શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રૂપિયા 2000ની નોટને લઈ મોટા સમાચાર, આ બેંકના ATMમાંથી 1 માર્ચથી નહીં નીકળે નોટ
અન્ય બેંકોના ATMમાં 2,000ની નોટ મળતી રહેશે. અન્ય સરકારી કે ખાનગી બેંકોએ આવો ફેંસલો લીધો નથી.
![રૂપિયા 2000ની નોટને લઈ મોટા સમાચાર, આ બેંકના ATMમાંથી 1 માર્ચથી નહીં નીકળે નોટ From 1st March you can not get Rs 2000 note from Indian bank ATM રૂપિયા 2000ની નોટને લઈ મોટા સમાચાર, આ બેંકના ATMમાંથી 1 માર્ચથી નહીં નીકળે નોટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/23021920/atm.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ નોટબંધી બાદ મોદી સરકારે બહાર પાડેલી રૂપિયા 2,000ની નોટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં ઈન્ડિયન બેંકના એટીએમમાંથી 2,000 રૂપિયાની નોટ નહીં નીકળે. આ અંગે બેંક દ્વારા એક પરિપત્ર બહાર પાડીને તમામ બ્રાંચને માહિતગાર કરી દેવામાં આવી છે.
બેંકે કહ્યું, ગ્રાહકોને 2,000 રૂપિયાની નોટ કાઢ્યા બાદ તેને વટાવવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. આ અંગે બેંકે 17 ફેબ્રુઆરી એક પરિપત્ર બહાર પાડીને કહ્યું કે, 1 માર્ચ, 2020 બાદ ઈન્ડિયન બેંકના એટીએમમાંથી 2,000 રૂપિયાની નોટ રાખવામાં આવતી કેસેટ્સ દૂર કરી દેવામાં આવશે.
બેંકના જણાવ્યા મુજબ, ગ્રાહકો 2,000ની નોટના છૂટા લેવા બ્રાંચમાં આવી રહ્યા છે. આવા ગ્રાહકોને એટીએમ સેવા ઉપલબ્ધ કરાવવા માંગતું નથી. તેના બદલે એટીએમમાં 200 રૂપિયાની નોટનો જથ્થો વધારવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. બેંકે આ ફેંસલો ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લીધો છે.
અન્ય બેંકોના ATMમાં 2,000ની નોટ મળતી રહેશે. અન્ય સરકારી કે ખાનગી બેંકોએ આવો ફેંસલો લીધો નથી.
વડોદરાઃ પાદરામાં ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત, 11 લોકોના ઘટના સ્થળે મોત
પાકિસ્તાની ક્રિકેટરે મનાવી મહાશિવરાત્રિ, વીડિયો શેર કરીને બોલ્યો ‘હર હર મહાદેવ’
T-20માં હેટ્રિક લેનારો બીજો ઓસ્ટ્રેલિયન બન્યો આ ખેલાડી, કહ્યું- જાડેજા છે મારો ફેવરિટ ખેલાડી, તેની પાસેથી ઘણું શીખ્યો
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)