Go First Flights: ગો ફર્સ્ટના મુસાફરો માટે વધી મુશ્કેલી, એરલાઇન્સે આ તારીખ સુધી રદ્દ કરી તમામ ફ્લાઇટ્સ
આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન્સ ગો ફર્સ્ટ કંપનીએ હવે 9 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે.
Go First Flights: આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન્સ ગો ફર્સ્ટ કંપનીએ હવે 9 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે. એરલાઈન્સે ટ્વિટ કરી આ જાણકારી આપી છે.
Due to operational reasons, Go First flights until 9th May 2023 are cancelled: Go First pic.twitter.com/8AXbgyeY2o
— ANI (@ANI) May 4, 2023
GoFirst એ માહિતી આપી હતી કે ઓપરેશનલ કારણોસર GoFirst એ 9 મે 2023 સુધી તેની ફ્લાઇટ્સ રદ્દ કરી છે. એરલાઈન્સે ફ્લાઈટ કેન્સલ થવાને કારણે મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. એરલાઈન્સે કહ્યું હતું કે પેસેન્જરને ઓરિજિનલ પેમેન્ટ મોડ દ્વારા સંપૂર્ણ રિફંડ ટૂંક સમયમાં આપવામાં આવશે.
GoFirst એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમને ખ્યાલ છે કે ફ્લાઇટ રદ્દ થવાથી તમારી યોજનાઓ પર અસર પડી છે અને અમે તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ.
નોંધનીય છે કે અગાઉ GoFirst એ 3 મે થી ત્રણ દિવસ માટે તેની ફ્લાઈટ્સ રદ કરી હતી. પરંતુ આ સમયગાળો વધારીને એરલાઈન્સે તેને 9મી મે સુધી લંબાવી દીધો છે. રજાનો મહિનો હોવાથી સ્થાનિક હવાઈ મુસાફરીની સૌથી વધુ માંગ જોવા મળી રહી છે ત્યારે એરલાઈન્સે તેમની ફ્લાઈટ્સ રદ કરી છે.
આ પહેલા ગો ફર્સ્ટને NCLTમાં નિરાશા મળી હતી. એનસીએલટીએ તેમની અરજીની સુનાવણી કરતી વખતે આઈબીસી હેઠળ આવી કોઈ જોગવાઈ નથી એમ કહીને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. તેથી DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)એ GoFirstને ફ્લાઈટ્સ કેન્સલ થયા બાદ શક્ય તેટલી વહેલી તકે મુસાફરોને રિફંડ કરવા જણાવ્યું છે.
GoFirstએ DGCAને જણાવ્યું છે કે એરલાઇન્સે 15 મે સુધી ટિકિટનું વેચાણ સ્થગિત કરી દીધું છે. આવી સ્થિતિમાં એવો અંદાજ લગાવવામા આવી રહ્યો છે કે 15 મે સુધીની ફ્લાઈટ્સ કેન્સલ થઈ શકે છે.
બેંક કર્મચારીઓને મજા, હવે 5 દિવસ કામ અને 2 દિવસ આરામ, દર શનિવારે રજા
ભારતમાં બેંક કર્મચારીઓને ટૂંક સમયમાં જ મોટી ભેટ મળી શકે છે. સરકાર બેંક કર્મચારીઓની જૂની માંગ પૂરી કરવાની તૈયારી કરી રહી છે. સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર સૂચના જારી કરી શકે છે.
સરકાર આપી શકે છે મંજૂરી
CNBC આવાઝના એક સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર બેંક કર્મચારીઓની 5 વર્કિંગ ડે સપ્તાહની માંગ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. નાણા મંત્રાલય બેંક કર્મચારીઓની આ જૂની માંગ પર મહોર મારવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારબાદ આ અંગે નોટિફિકેશન બહાર પાડીને આ ફેરફારને અમલમાં લાવી શકાય છે