શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સાબુથી લઈને એરોસ્પેસના ધંધામાં સક્રિય દેશના જાણીતા પરિવારમાં વિવાદ
મશેદ ગોદરેજના પુત્ર નવરોજ ગોદરેજે ગોદરેજ એન્ડ બોએસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ છોડી દીધુ છે.
નવી દિલ્હીઃ દેશના દિગ્ગજ કારોબારી ગ્રુપ ગોદરેજમાં ભાગલાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ પરિવાર પાસે ઇન્ડસ્ટ્રીઝમાં હિસ્સેદારી ઉપરાંત હજારો કરોડ રૂપિયાની જમીન છે. તેમને મુંબઈના લેંડલોર્ડ કહેવામાં આવે છે, મુંબઈમાં સૌથી વધારે જમીન ગોદરેજ પરિવાર પાસે જ છે. મીડિયા અહેવાલ અુસાર પરિવારે કારોબારમાં હિસ્સેદારીના પુનર્ગઠન માટે અનેક સલાહકારો અનો ટોપ લો ફર્મની સેવાઓ લીધી છે.
કેસના જાણકાર બે અધિકારીઓ પ્રમાણે એવું લાગે છે કે ગોદરેજ એન્ડ બોએસની પાસે પરિવારની વધુ જમીનની હોલ્ડિંગ્સ છે અને ગ્રુપની લિસ્ટેડ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝમાં તેનો કોમર્શિયલ ઉપયોગ કરવા પર આ વિવાદ છે. જમશેદ ગોદરેજ કુટુંબ પ્લોટ્સના વધારે ડેવલપમેન્ટની તરફેણમાં નથી જ્યારે આદિ અને તેના ભાઈ નાદિર ગોદરેજ તેમનાથી વિરૂદ્ધ મત ધરાવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, મોટે ભાગે વ્યૂહરચના પર વિવાદ નથી, પરંતુ આદિના કઝીન જમશેદે આના પર ચિત્ર સ્પષ્ટ કરવા જણાવ્યું છે. જેના બાળકો હવે સક્રિય ભુમિકામાં નથી.
જમશેદ ગોદરેજના પુત્ર નવરોજ ગોદરેજે ગોદરેજ એન્ડ બોએસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ છોડી દીધુ છે. માનવામાં આવે છે કે તેની કમાન તેમના જ હાથમાં જશે. તેમ છતાં તેમના પદ છોડવા પર તેમની કઝીન નાયરિકા હોલ્કરના લીડરશીપ રોલમાં જવાનો રસ્તો સાફ થયો છે. ગ્રુપના એક પ્રવક્તાએ કહ્યું કે પરિવારના બંને પક્ષ ગુરુવારે એક નિવેદન રજૂ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
શિક્ષણ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion