શોધખોળ કરો
Advertisement
Gold Silver Rates Today: વૈશ્વિક બજારની પાછળ ભારતમાં સોના-ચાંદી સસ્તા, જાણો કેટલો ભાવ ઘટ્યો
અમદાવાદ ગોલ્ડ માર્કેટમાં શુકવારે હાજરમાં સોનું 44660 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું જ્યારે સોનું ફ્યૂચર 44306 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું.
અમેરિકન બોન્ડ અથવા યીલ્ડમાં ઘટાડો આવવાથી વૈશ્વિક બજારમાં રોકાણકારો સોનામાંથી બહાર નીકળી રહ્યા છે. આ જ કારણે તેની કિંમત ઘટી રહી છે. વૈશ્વિક બજારમાં આ ઘટાડાની અસરથી ભારતીય બજારમાં ગોલ્ડ અને સિલ્વરની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે એમસીએક્સમાં સોનું 0.3 ટકા ઘટીને 44500 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદી 0.6 ટકાના ઘટાડા સાથે 65523 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ.
દિલ્હી માર્કેટમાં સોનું ઘટ્યું
અમદાવાદ ગોલ્ડ માર્કેટમાં શુકવારે હાજરમાં સોનું 44660 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું જ્યારે સોનું ફ્યૂચર 44306 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. જ્યારે ગુરુવારે દિલ્હી ગોલ્ડ માર્કેટમાં સોનાનો ભાવ 217 રૂપિયા ઘટીને 44372 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું. સોનું બુધવારે 44589 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે બંધ રહ્યું હતું. ચાંદી 1217 રૂપિયા ઘટીને 66598 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. એક દિવસ પહેલા તેનો ભાવ 67815 પર બંધ રહ્યું હતું.
વૈશ્વિક બજારમાં સોનું એક સપ્તાહમાં 2.3 ટકા ઘટ્યું
વૈશ્વિક બજારમાં સોનું 0.2 ટકા ઘટીને 1693.79 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું. જ્યારે આઠ જૂનના રોજ તે ઘટીને 1688.96 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું હતું. વિતેલા એક સપ્તાહમાં તેની કિમત 2.3 ઘટી છે. ગોલ્ડ ઈટીએફમાંથી સતત આઉટફ્લો જોવા મળી રહ્યો છે. એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ પણ ઘટી ગયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે યીલ્ડમાં વધઆરાને કારણે સોનામાં ઘટાડો આવી રહ્યો છે. જોકે તેમનું માનવું છે કે યીલ્ડમાં આ યીલ્ડમાં આ ઘટાડો વધારે દિવસ સુધી નહીં રહે. કારણ કે સરકાર પોતાની લોન પર વધારે વ્યાજ આપવાનું પસંદ નથી કરતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement