Gold Price Today: સોનામાં ઉતાર-ચડાવ યથાવત, જાણો આજના લેટેસ્ટ ભાવ
વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૧૮૧૪ ડોલરવાળા ઘટી ૧૮૧૦ ડોલર રહ્યા હતા.
Gold Price Today: દેશના મુખ્ય શહેર દિલ્હી, ચેન્નઈ, કોલકાતા અને મુંબઈમાં આજે સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 47150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 51430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ચેન્નઈમાં સોનાની કિંમત 120 રૂપિયા ઘટી છે. ત્યાં 22 કેરેટ સોનાનો ભાવ 45350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 49490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતામાં સોનાનો ભાવ 150 રૂપિયા ઘટ્યો છે. અહીં 22 કેરેટ સોનાનો ભાવ 47400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સાનોના ભાવ 50100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 47380 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 48380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ, કોલકાતા, દિલ્હીમાં ચાંદીનો ભાવ 67900 રૂપિયા પ્રતિ કિલો અને ચેન્નઈમાં ચાંદીનો ભાવ 72900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આ ભાવ સવારના છે.
વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૧૮૧૪ ડોલરવાળા ઘટી ૧૮૧૦ ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ ઔંશના ૨૫.૪૯થી ૨૫.૫૦ ડોલરવાળા ઘટી ૨૫.૩૮થી ૨૫.૩૯ ડોલર રહ્યા હતા.
કિંમતમાં ઉતાર ચડાવ પાછળનું આ ફેક્ટર
ગોલ્ડ માર્કેટમાં નિષ્ણાંતોનું કહેવું છે કે, સોનાના ભાવમાં ઉતાર ચડાવના અનેક કારણ છે. તેમાં વૈશ્વિક બજારમાં ડોલરની કિંમતમાં ફેરફાર, ફુગાવો, સેન્ટ્રલ બેંકોની સોનાની અનામત, સેન્ટ્રલ બેંકના વ્યાજ દર, જ્વેલરી માર્કેટ, ટ્રેડ વોર વગેરે સામેલ છે. કહેવાય છે કે, આ ફેક્ટર સોનાની કિંમતને પ્રભાવિત કરે છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાના સંકેતથી પણ સોનાના ભાવ ઘટી રહ્યા છે.
આ દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ ઘટીને ન્યૂયોર્ક ક્રૂડના બેરલદીઢ ૭૩.૦૫ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રુડના ભાવ ઘટી ૭૫ ડોલરની અંદર ઉતરી ૭૪.૬૦ ડોલર રહ્યાના હતા.