શોધખોળ કરો
Advertisement
સોનું ખરીદવાનો યોગ્ય મોકો, જાણો શું છે 10 ગ્રામ સોનાનો ભાવ ને કેમ થઈ રહ્યું છે સસ્તું
ગત સપ્તાહે સોનાના ભાવમાં આશરે 1200 રૂપિયા જેટલો વધારો થયો હતો. જોક તેમ છતાં સોનું હજુ 50 હજારની અંદર છે.
નવી દિલ્હીઃ જો તમારા ઘરમાં લગ્ન હોય અને તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ શ્રેષ્ઠ મોકો છે. સોનું રેકોર્ડ સ્તરથી 7300 રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે. ગત સપ્તાહે સોનાના ભાવમાં થોડી તેજી આવી હતી તેમ છતાં હાલ સોનામાં રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એમસીએક્સ પર હાલ સોનાનો ભાવ 108 રૂપિયાની તેજી સાથે 49,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો છે.
ગત સપ્તાહે સોનાના ભાવમાં આશરે 1200 રૂપિયા જેટલો વધારો થયો હતો. જોક તેમ છતાં સોનું હજુ 50 હજારની અંદર છે. કોરોનાકાળમાં સલામત રોકાણના સાધન ગણાતા સોનાની માંગમાં જોરદાર વધારો થયો હતો અને ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી તેના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.
સોનું સસ્તું થવા પાછળનું કારણ કોરોનાની રસી છે. રસીની આશાએ અર્થંતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ કારણે વિશ્વભરના બજારોમાં તેજી છે. રોકાણકારો ફરીથી ઈક્વિટી માર્કેટ તરફ વળી રહ્યા છે. જ્યારે સોનામાં રોકાણ કરવાથી રોકાણકારો દૂર ભાગી રહ્યા છે. આ કારણે સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
જાણકારોના કહેવા મુજબ, ચાલુ સપ્તાહે પણ સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે અને નીચલા સ્તરથી સપોર્ટ મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement