Gold Price Today: સોનાની કિંમતમાં ઉછાળો, જાણો તમારા શહેરમાં સોનાનો કેટલો છે ભાવ ?
મુંબઈ, કોલકાતા દિલ્હીમાં ચાંદાની કિંમત 69300 રૂપિયા છે અને ચેન્નઈમાં ચાંદી 73400 રૂપિયા છે.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં સહિત કોલકાતામાં આજે સોનાની કિંમતમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. જ્યારે ચેન્નેઈ અને મુંબીમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હીમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 110 રૂપિયાના વાધારા સાથે 46910 રૂપિયા અને 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 110 રૂપિયાના વધારા સાથે 50960 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
ચેન્નઈમાં 22 કેરેટ સોનું 45190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર
ચેન્નઈમાં સોનાનો ભાવ 310 રૂપિયાના ઘટાડા સાથે 22 કેરેટ 45190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 340 રૂપિયાના ઘટાડા સાથે 49300 રૂપિયા છે. કોલકાતામાં સોનું 22 કેરેટના 10 ગ્રામનો ભાવ 47200 રૂપિયા છે. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 49900 રૂપિયા છે. મુંબઈમાં પ્રતિ 10 ગ્રામ 22 કેરેટના સોનાનો ભાવ 180 રૂપિયાના ઘટાડા સાથે 46800 રૂપિયા અને 22 કેરેટ સોનું 47800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.
દિલ્હીમાં સિલ્વરની કિંમત 69300 રૂપિયા છે
જ્યારે મુંબઈ, કોલકાતા દિલ્હીમાં ચાંદાની કિંમત 69300 રૂપિયા છે અને ચેન્નઈમાં ચાંદી 73400 રૂપિયા છે. તમને જણાવીએ કે, દરરોજ સોના ચાંદીના ભાવમાં ફેરફાર થાય છે. બુલિયન માર્કેટમાં નિષ્ણાંતો અનુસાર, ભાવમાં ફેરફાર માટે અનેક કારણો હોય છે. જેમ કે વૈશ્વિક બજારમાં ડોલરના મૂલ્યમાં ફેરફાર, કેન્દ્રીય બેંકો સામે અનામત ગોલ્ડ, ટ્રેડ વોર સહિત અનેક અન્ય કારણોને કારણે ભાવમાં ઉતાર ચડાવ જોવા મળતો હોય છે.
ગોલ્ડ બોન્ડમાં રોકાણની તક
નવી દિલ્હીઃ સસ્તું સોનું અને સોનામાં રોકાણ કરવાની શાનદાર તક આવી રહી છે. 12 જુલાઈના રોજ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની ચોથી સીરીઝનું વેચાણ શરૂ થવા જઈ રહ્યું છે. જણાવીએ કે આ વેચાણ માત્ર 16 જુલાઈ સીધી જ રહશે.
રિઝર્વ બેંકની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, પ્રતિ ગ્રામ સોનાની કિંમત 4807 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સોવરેન ગોલ્ડ બોન્ડની ચોથી સીરીઝ સોમવારથી પાંચ દિવસ માટે સબ્સક્રિપ્શન માટે ખુલશે. આરબીઆઈએ કહ્યું કે, બોન્ડ માટે જ કોઈ ઓનલાઈન અરજી કરે છે તો તેને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. એટલે કે રોકાણકારને 4757 રૂપિયા પર મળશે.
સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનામાં ભારતીય નાગરિકો, હિન્દુ અવિભાજિત પરિવારો, ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ સોનાના બોન્ડ ખરીદી શકે છે. અહીં તમને જણાવી દઇએ કે સોવરિન ગોલ્ડ બોન્ડ આઠ વર્ષ માટે આપવામાં આવે છે. તો પાંચમા વર્ષ પછી રોકાણકારને આ બોન્ડ યોજનામાંથી બહાર નીકળવાનો વિકલ્પ મળે છે. આ ગોલ્ડ બોન્ડનું વેચાણ વેપારી બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનો, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સ્ચેંજ બીએસઈ અને એનએસઈ દ્વારા થાય છે.