શોધખોળ કરો

Gold Silver Price Today: સોનું 454 રૂપિયા સસ્તું, ચાંદીનો ભાવ પણ 2000 રૂપિયા ઘટ્યો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,708.51 પ્રતિ ઔંસ હતી, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.22 ટકા નીચી છે.

Gold Silver Price Today: લોકલ બજારમાં ચાલી રહેલી અસ્થિરતાની અસર શુક્રવારે સવારે ભારતીય વાયદા બજાર પર પણ જોવા મળી હતી. સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો હતો અને કારોબારની શરૂઆતમાં સોનું 454 રૂપિયા સસ્તુ થયું હતું. બે દિવસમાં ચાંદીના ભાવમાં આશરે રૂ. 2000નો ઘટાડો થયો છે.

મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર, 24 કેરેટ શુદ્ધતા સોનાની વાયદાની કિંમત સવારે 454 રૂપિયાના ઘટાડા સાથે 50,348 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી. અગાઉ, સોનામાં 50,729 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો, પરંતુ માંગમાં નરમાઈને કારણે, ટૂંક સમયમાં જ ભાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.89 ટકાના ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યું છે.

ચાંદી 55 હજારની નીચે આવી ગઈ

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે નરમાશ જોવા મળી રહી છે. એમસીએક્સ પર, ચાંદીનો વાયદો સવારે રૂ. 126 ઘટીને રૂ. 54,909 પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉ ચાંદીમાં 55,174 રૂપિયાના સ્તરે ખુલીને કારોબાર શરૂ થયો હતો, પરંતુ ટૂંક સમયમાં તેની કિંમતો 55 હજારથી નીચે આવી ગઈ. ચાંદી હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.23 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. વાયદા બજારમાં ગુરુવારે સવારે ચાંદી 57 હજારની આસપાસ કારોબાર કરતી હતી જે આજે 55 હજારની નીચે આવી ગઈ છે.

વૈશ્વિક બજારમાં શું છે ભાવ

ભારતીય વાયદા બજારમાં ઘટાડા સાથે આજે વૈશ્વિક બજારમાં સોનું અને ચાંદી સસ્તું થયું છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,708.51 પ્રતિ ઔંસ હતી, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.22 ટકા નીચી છે. એ જ રીતે, ચાંદીનો હાજર ભાવ 18.31 ડોલર પ્રતિ ઔંસ રહ્યો, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.85 ટકા ઓછો છે. વૈશ્વિક બજારમાં ચાંદી એક સમયે 27 ડોલર પ્રતિ ઔંસના ભાવે પહોંચી ગઈ હતી.

સોનાના ભાવિમાં કેવી વધઘટ રહેશે

અમેરિકામાં હાલમાં ઘણી મોટી આર્થિક ઘટનાઓ બની રહી છે. એક તરફ ડૉલર 20 વર્ષની ટોચે પહોંચી ગયો છે જેના કારણે સોનાની કિંમત પર દબાણ વધી રહ્યું છે. બીજી તરફ ફુગાવો પણ 41 વર્ષની ટોચે છે અને રોકાણકારો સોનાથી દૂર થઈ ગયા છે. આ સિવાય વ્યાજદરમાં સતત વધારાને કારણે રોકાણકારોને ડિપોઝિટ પર સારું વળતર મળવા લાગ્યું છે, જેના કારણે તેમનું ધ્યાન સોના જેવી સંપત્તિમાં રોકાણ કરવાથી હટ્યું છે. જોકે, વૈશ્વિક બજારમાં રુસો-યુક્રેન યુદ્ધનું દબાણ હળવું થતાં જ સોનાના ભાવ ફરી વધશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget