(Source: ECI/ABP News/ABP Majha)
Gold Silver Price Today: આજે સસ્તું થયું સોનું અને ચાંદી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો છે ?
MCX પર ચાંદીના ભાવ આજે ઘણા સસ્તા થઈ ગયા છે. MCX પર ચાંદીનો મે વાયદો રૂ. 600 અથવા 0.87 ટકા ઘટીને રૂ. 68,170 પ્રતિ કિલો છે.
Gold Silver Rate Today 20th April: બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે સસ્તામાં વેચાઈ રહ્યા છે. સોનું ફરી એકવાર 53 હજારથી ઘટીને 52 હજારની નજીક આવી ગયું છે. રોકાણકારો સોનામાંતી રોકાણ પાછું ખેંચીને યુએસ ટ્રેઝરીમાં રોકાણ કરી રહ્યા છે. વ્યાજ દરમાં વધારાને કારણે આવું થઈ રહ્યું છે.
MCX પર સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનું અને ચાંદી ખૂબ જ સસ્તામાં ઉપલબ્ધ છે. MCX પર, સોનાનો જૂન વાયદો રૂ. 330 અથવા 0.63 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આમાં, દર 52,419 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે જોવા મળી રહ્યો છે.
MCX પર ચાંદી કેવી રીતે ચમકી રહી છે?
MCX પર ચાંદીના ભાવ આજે ઘણા સસ્તા થઈ ગયા છે. MCX પર ચાંદીનો મે વાયદો રૂ. 600 અથવા 0.87 ટકા ઘટીને રૂ. 68,170 પ્રતિ કિલો છે. તમને જણાવી દઈએ કે ચાંદી છેલ્લા ઘણા દિવસોથી નીચી રેન્જમાં કારોબાર કરી રહી છે.
દિલ્હીમાં સોનાના ભાવ કેવા છે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનાની કિંમત સ્થિર રહી હતી. આજે દિલ્હીમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49 હજાર 850 રૂપિયા છે. બીજી તરફ 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ગઈકાલે 49 હજાર 850 રૂપિયા હતો. 24 કેરેટ 10 ગ્રામ સોનાની આજની કિંમત 54 હજાર 380 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગઈકાલે પણ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 54 હજાર 380 રૂપિયા હતો. ચાંદીની વાત કરીએ તો આજે દિલ્હીમાં 1 કિલો ચાંદીની કિંમત 70 હજાર રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.