Gold Silver Price Today: સોનું ફરી 50500ને પાર, ચાંદીની ચમક પણ વધી, જાણો 10 ગ્રામ સોનાના લેટેસ્ટ ભાવ
યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,722.2 પ્રતિ ઔંસ હતી, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.15 ટકા વધુ છે.
Gold Silver Price Today: વૈશ્વિક બજારમાં સુધારાને કારણે મંગળવારે સવારે ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સોનાની કિંમત ફરી એકવાર 50,500 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર, 24 કેરેટ શુદ્ધતા સોનાની વાયદાની કિંમત સવારે 10 ગ્રામ દીઠ રૂ. 16 વધી રૂ. 50,552 પર પહોંચી હતી.
અગાઉ સોનામાં કારોબાર ખુલીને રૂ. 50,598થી શરૂ થયો હતો, પરંતુ ટૂંક સમયમાં જ સુસ્ત માંગને કારણે ભાવ વધુ નીચે આવી ગયા. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવથી 0.03 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
ચાંદીની પણ ચમક વધી
સોનાની જેમ જ આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર, સવારે ચાંદીના વાયદાના ભાવ રૂ. 85 વધીને રૂ. 54,492 પ્રતિ કિલોગ્રામ થયા હતા. અગાઉ ચાંદીમાં કારોબાર ખુલીને રૂ. 54,610 પ્રતિ કિલોના ભાવે શરૂ થયો હતો, પરંતુ ઓછી માંગને કારણે તેની કિંમતો ટૂંક સમયમાં ઘટી ગઈ હતી. જો કે, ચાંદી હજુ પણ તેના અગાઉના બંધ ભાવથી 0.16 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી છે.
વૈશ્વિક બજારમાં પણ ભાવ વધ્યા
લાંબા સમય બાદ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,722.2 પ્રતિ ઔંસ હતી, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.15 ટકા વધુ છે. એ જ રીતે, ચાંદીની હાજર કિંમત પણ 18.52 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.63 ટકા વધુ છે.
નિષ્ણાતોના મતે સોનાના ભાવ વધશે
નિષ્ણાતો મતે હાલમાં યુએસ 10-વર્ષનું બોન્ડ યીલ્ડ હજુ પણ ઘણું ઉંચું છે, જ્યારે ડોલર બે દાયકાની ઉચ્ચ સપાટી પર છે જેના કારણે સોનાના ભાવ પર દબાણ વધી રહ્યું છે. આ જ કારણ છે કે અત્યારે સોનાના ભાવમાં ખાસ ઉછાળો નહીં આવે. આવી સ્થિતિમાં રોકાણકારોએ સોનું વેચવાને બદલે જાળવી રાખવું જોઈએ. એકવાર વૈશ્વિક તણાવ સમાપ્ત થયા પછી, સોનાના ભાવમાં ટૂંક સમયમાં ફરી મોટો ઉછાળો જોવા મળી શકે છે.