Gold-Silver Price 13 August: સોના અને ચાંદીમાં સામાન્ય ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ
બીજી બાજુ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ટીસીએસ શેરની મજબૂતાઈ સાથે સેન્સેક્સ પ્રારંભિક વેપારમાં 250થી વધુ પોઈન્ટ વધ્યો અને 55,000ને પાર કરી ગયો હતો.
Gold-Silver Price 13 August: સોના-ચાંદીના ભાવમાં આજે (13 ઓગસ્ટ) થોડો ઉછાળો આવ્યો છે. MCX પર ઓક્ટોબર ડિલિવરી વાયદો આજે 46,441 રૂપિયા અને ડિસેમ્બર ડિલિવરી માટે સોનું 46,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદીનો ભાવ 62046 રૂપિયા પ્રતિ કિલો છે. ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી 62780 રૂપિયા પ્રતિ કિલો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1756 ડોલર પ્રતિ ઔંસ થયું હતું જ્યારે ચાંદી લગભગ $ 23.44 પ્રતિ ઔંસ પર સ્થિર રહી હતી.
અગાઉના દિવસે પણ સોના-ચાંદીમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ સોનું હજુ પણ તેની રેકોર્ડ સપાટી 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લગભગ 10,000 રૂપિયા સસ્તું છે. એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, "સોનાના ભાવમાં કરેક્શન યુએસ ટ્રેઝરી કમાણીમાં ઘટાડો અને ડોલર નબળા થવાને કારણે થયો હતો."
સેન્સેક્સ 250 પોઈન્ટના વધારા સાથે 55,000ને પાર
બીજી બાજુ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ટીસીએસ શેરની મજબૂતાઈ સાથે સેન્સેક્સ પ્રારંભિક વેપારમાં 250થી વધુ પોઈન્ટ વધ્યો અને 55,000ને પાર કરી ગયો હતો. BSEનો 30 શેરોનો સેન્સેક્સ પ્રારંભિક વેપારમાં 258.4 અંક અથવા 0.47 ટકાના વધારા સાથે 55,102.42ની ઓલટાઇમ હાઇ સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પ્રારંભિક વેપારમાં 69.80 પોઇન્ટ અથવા 0.43 ટકા વધીને 16,434.20 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
સેન્સેક્સની કંપનીઓની વાત કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર સૌથી વધુ એક ટકાથી વધુ ઉછળ્યો છે. એલએન્ડટી, એચડીએફસી બેંક, આઈટીસી અને એક્સિસ બેન્ક પણ વધ્યા હતા. બીજી બાજુ, ટેક મહિન્દ્રા, ડો. રેડ્ડીઝ, સન ફાર્મા, પાવર ગ્રીડ અને ટાટા સ્ટીલના શેર ખોટમાં વેપાર કરી રહ્યા હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.59 ટકા ઘટીને 70.89 ડોલર પ્રતિ બેરલ થયું હતું.