Gold Silver Price Today : સોનાના ભાવ ચાર મહિનાની ટોચે, જાણો આજના લેટેસ્ટ ભાવ
ભારતીય બજારમાં સતત ફિઝિકલ સોનાની માગ ઘટી રહી છે માટે તેની કિંમતમાં થોડો ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક બજારમાં ડોલર નબળો પડવાને કારણે સોનું ચાર મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વની અંતિમ પોલિસી મીટિંગ પર છે. જોકે મોંઘવારીની ચિંતા બનેલી છે. જો મોંઘવારી વધે છે તો સોનાની કિંમત પણ વધી શકે છે કારણ કે રોકાણકારો હેજિંગ માટે વધારે સોનું ખરીદશે અને તેની કિંમત વધશે. માટે સોનાના ભાવ આગામી દિવસોમાં વધી શકે છે.
વૈશ્વિક બજારમાં સોનું સસ્તું થવાના એંધાણ
જોકે ફેડરલ રિઝર્વના સંકેતથી એવું લાગે છે કે વ્યાજ દરમાં કોઈ વધારો નહીં કરે. તેનાથી મોંઘવારી ઘટી શકે છે. આમ તો ગોલ્ડ ઈટીએફમાં રોકાણ વધ્યું છે. તેનાથી સંકેત મળી રહ્યા છે કે રોકાણકારો મોંઘવારીને હેજિંગ માટે તેમાં રોકાણ કરી રહ્યા છે. જ્યારે ઘરેલુ માર્કેટમાં એમસીએક્સમાં બુધવારે સોનું 0.02 ટકા ઘટીને 48299 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદી 0.72 ટકા ઘટીને 72661 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું. મંગળવારે હાજર બજારમાં સોનું 47569 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 48250 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
ભારતમાં પણ સોનાની કિંમત ઘટાડા તરફ
મંગળવારે હાજર બજારમાં સોનું 48419 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થયું હતું. જ્યારે ચાંદી 73168 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. ભારતીય બજારમાં સતત ફિઝિકલ સોનાની માગ ઘટી રહી છે માટે તેની કિંમતમાં થોડો ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું 0.1 ટકા વધીને 1870 રૂપિયા પ્રતિ ઔંસ પર ટ્રેડ થયું. જ્યારે ચાંદીમાં 0.2 ટકાનો ઘટાડો આવ્યો અને તે 28.15 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ. વૈશ્વિક બજારમાં સોનામાં હાલમાં વધારે તેજી જોવા મળે તેવી શક્યતા ઓછી છે પરંતુ ભારતમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં ન આવતા રોકાણકારો સોના તરફ વળી શકે છે. જોકે ભારતમાં અનેક રાજ્યોમાં લોકડાઉન અને પ્રતિબંધોને કારણે ફિઝિકલ સોનાની માગમાં ઘટાડો આવ્યો છે.