Gujarat Election Result 2025: ધોરાજીના રસ્તાઓ પર ભાજપનું વિશાળ વિજય સરઘસ, લાગ્યા જય શ્રીરામના નારા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે.

રાજકોટ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે.
વિશાળ વિજય સરઘસ
ધોરાજીમા ભાજપની ભવ્ય જીત બાદ રસ્તાઓ પર વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ધોરાજી પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ધોરાજી પાલિકાની 36 બેઠકો પરથી 24 બેઠક પર ભાજપનો કબજો થયો છે. કોંગ્રેસને ફાળે 12 બેઠકો આવી છે.
ધોરાજી પાલિકા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. હવે ભાજપે કૉંગ્રેસનો ગઢ ધરાશાયી કર્યો છે. ભાજપનો નગરપાલિકા પર કબજો કર્યો છે. ધોરાજીમાં વિવિધ વિસ્તારોમાં જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ જીતની ઉજવણી દરમિયાન જય શ્રીરામના નારા સાથે ધોરાજી શહેર ગુંજી ઉઠ્યું હતું.
ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. જ્યારે કૉંગ્રેસના ખાતામાં એક માત્ર સલાયા પાલિકા આવી છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ પાલિકામાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો રહ્યો છે. આ બંને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે.
ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો
કુતિયાણા પાલિકામાં ઢેલીબેન ઓડેદરાના એકચક્રી શાસનનો અંત આવ્યો છે. ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. તેમની તો જીત થઈ પરંતુ ઢેલીબેને કુતિયાણા પાલિકા ગુમાવી છે. જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં મોટો અપસેટ જોવા મળ્યો. કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ખુદ પાલિકાની ચૂંટણીમાં હારી ગયા હતા. એટલું જ નહીં તેઓ ચોરવાડ પાલિકા પણ જીતાડી ન શક્યા.
માંગરોળમાં બસપા કિંગ મેકર
જૂનાગઢ જિલ્લામાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં ટાઈ થઈ છે. અહીં ભાજપ અને કૉંગ્રેસને 15-15 બેઠકો મળી છે. જ્યારે માયાવતીની પાર્ટી બહુજન સમાજપાર્ટીએ અહીં 4 બેઠકો પર જીત મેળવી છે. બસપાના ઉમેદવારો જેની સાથે જશે તેમની પાલિકામાં સત્તા આવશે.
5 હજાર ઉમેદવારો મેદાનમાં હતા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
