Gold Silver Price Today : સોના-ચાંદી થયા સસ્તા, જાણો આજના લેટેસ્ટ ભાવ
દિલ્હીમાં બુધવારે સોનાનો ભાવ 97 રૂપિયા તૂટીને 47853 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો.
વૈશ્વિક બજારમાં ગુરુવારે સોના અને ચાંદીમાં ડોલર મજબૂત રહેવાને કારણે ઘટાડો નોંધાયો છે. વ્યાજ દરમાં વધારાને કારણે મોંઘવારી વધી શકે છે. માટે રોકાણકારો હાલમાં સોના તરફ વળ્યા છે. બીજી બાજુ ઘરેલુ માર્કેટમાં સોનું 0.25 ટકા ઘટીને 48550 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું, જ્યારે ચાંદીમાં ઘટાડો આવ્યો અને તે 0.39 કા ઘટીને 72090 રૂપાય પ્રતિ કિલોએ પહોંચી ગઈ.
દિલ્હીમાં સોનાના ભાવમાં ઘટાડો
દિલ્હીમાં બુધવારે સોનાનો ભાવ 97 રૂપિયા તૂટીને 47853 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો. વિતેલા સત્રમાં સોનાનો ભાવ 47950 રૂપિયા ચાલી રહ્યો હતો. ચાંદી પણ 1417 રૂપિયા ઘટાડા સાથે 71815 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ હતી. આ પહેલા દિવસે ચાંદી 73232 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ સામાન્ય ઘટાડા બાદ ક્રમશઃ 1867 ડોલર અને 27.88 ડોલર પ્રતિ ઔંસ રહ્યા હતા.
વૈશ્વિક બજારમાં કિંમતમાં ઉતાર-ચડાવ
મંગળવારે હાજર બજારમાં સોનું 48419 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. જ્યારે ચાંદી 73168 રૂપિયા પ્રતિ કોલ પર વેચાઈ હતી. ભારતીય બજારમાં સતત ફિઝિકલ સોનાની માગ ઘટી રહી છે માટે તેની કિંમતમાં સામાન્ય ઘટાડો નોંધાઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનામાં હાલ વધારે તેજીના કોઈ એંધાણ નથી પરંતુ ભારતમાં કોરોનાનો કહેર જોતા રોકાણકારો સોનાના તરફ વળી શકે છે.
જોકે ભારતમાં અનેક રાજ્યોમાં લોકડાઉન અને પ્રતિબંધોને કારણે ફિઝિકલ સોનાની માગમાં ઘટાડો આવ્યો છે. ભારતમાં કિંમતમા ઉતાર ચડાવ યથાવત છે. પરંતુ હવે અહીં સોનાની કિંમત વૈશ્વિક કારણોની જગ્યાએ ઘરેલુ કારણો પર વધારે આધાર રાકશે. ભારતમાં કહેવારની અ લગ્નની સીઝન હોવા છતાં સોનાની કિંમતમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. માગ ઘટવાને કારણે સોનાની કિંમત ઘટી શકે છે.
બજાર ભાવથી 1200 રૂપિયા સસ્તામાં સરકાર વેચી રહી છે સોનું, જાણો રોકાણ કરવાની છેલ્લી તારીખ કઈ છે....
બિટકોઈનમાં એક જ દિવસમાં 13 હજાર ડોલરનું ગાબડું, રોકાણકારો એ 600 અબજ ડોલર ગુમાવ્યા