Gold Silver Rate Today: સોનું અને ચાંદી બન્નેની કિંમતમાં ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
વૈશ્વિક બજારમાં આજે ઘટાડા સાથે સોના અને ચાંદીમાં પણ કારોબાર જોવા મળી રહ્યો છે.
Gold Silver Rate Today: નવા વર્ષ 2022ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં આજે સોના અને ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનામાં થોડો ઘટાડો (Dold Price Down) છે જ્યારે ચાંદી રૂ. 225થી વધુના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. તેથી આજે સોનું અને ચાંદી બંને નબળાઈ સાથે એટલે કે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
MCX પર સોના અને ચાંદીના દરો
આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંને ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સોનાનો ફેબ્રુઆરી વાયદો રૂ. 27 અથવા 0.06 ટકા સસ્તો થયો છે અને આજે સોનું રૂ. 48,072 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીના ભાવ પર નજર કરીએ તો આજે તે 250 રૂપિયાની આસપાસના ઘટાડા તરફ આગળ વધી રહ્યો છે. ચાંદી આજે રૂ. 62,434 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે, જે માર્ચ વાયદામાં રૂ. 226.00 અથવા 0.36 ટકા સસ્તી થઈ રહી છે.
વૈશ્વિક બજારોમાં સોના અને ચાંદીના ભાવ
વૈશ્વિક બજારમાં આજે ઘટાડા સાથે સોના અને ચાંદીમાં પણ કારોબાર જોવા મળી રહ્યો છે. સોનામાં પ્રતિ ઔંસ $3.95નો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 0.22 ટકાની નબળાઈ સાથે $1824.80 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. આ સિવાય ચાંદીની વાત કરીએ તો ચાંદી 0.78 ટકા ઘટીને 23.17 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.
ચાંદીના ભાવમાં ઘટાડા પાછળના મિશ્ર કારણો
હાલમાં દેશમાં ચાંદીની કિંમત સતત નીચે આવી રહી છે અને તેની પાછળનું કારણ એ છે કે બુલિયન માર્કેટમાંથી ઘટતી માંગ ઉપરાંત ઔદ્યોગિક એકમોની માંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીની મોટાભાગની માંગ આ બે વર્ગોમાંથી જોવા મળે છે અને તેમની પાસેથી માંગમાં ઘટાડો થવાને કારણે ચાંદીના ભાવમાં સતત સુસ્તી જોવા મળી રહી છે.