Gold-Silver Rates Today: આજે પણ સોનાના ભાવ ઘટ્યા, ઉચ્ચ સપાટીથી 11,000 સસ્તું થયું સોનું
શ્વિક બજારમાં શુક્રવારે સોનું 0.5 ટકા ઘઠીને 1728.63 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું હતું.
અમેરિકન બોન્ડના યીલ્ડમાં ઉછાળો આવતા શુક્રવારે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. જોકે વિતેલા બે સેશનમાં તેની કિંમત વધીને વિતેલા બે સપ્તાહની ઉચ્ચ સપાટી પર પહોંચી ગઈ હતી. વૈશ્વિક બજારની અસર ઘરેલુ માર્કટે પર પણ જોવા મળી છે અને એમસીએક્સ પર સોનું અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. એમસીએક્સમાં ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા ઘટીને 44904 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે ચાંદી 1 ટકા ઘટીને 67100 રૂપિયા પ્રતિ કિલો ટ્રેડ થઈ રહી છે. આ પહેલા આગલા દિવસે સોનું 0.3 ટકા વધ્યું અને ચાંદી 0.7 ટકા ઉછળીને એમસીએક્સ પર સોનું 45200થી 45600 પર પ્રતિકારક સપાટી મળી શકે છે જ્યારે નીચામાં 44100 મજબૂત સપોર્ટ છે.
દિલ્હી માર્કેટમાં સોનામાં સામાન્ય ઉછાળો
દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનું 105 રૂપિયા ઉછળીને 44509 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. પાછલા બંધ ભાવ 44404 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ 1073 રૂપિયાની તેજી સાથે 67364 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. પાછલા દિવસે બંધ ભાવ 66291 રૂપિયા પ્રતિ કિલો હતા. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઘટાડાની સાથે 1738 ડોલર પ્રતિ ઔંસ પર બોલાયા હતા જ્યારે ચાંદીનો ભાવ 26.36 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યા હતા.
વૈશ્વિક બજારમાં સોનામાં મંદી
વૈશ્વિક બજારમાં શુક્રવારે સોનું 0.5 ટકા ઘઠીને 1728.63 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું હતું. આ 1 માર્ચ બાદની સૌથી ઉચ્ચ સપાટી છે. અમેરિકન ગોલ્ડ ફ્યૂચર 0.3 ટકા ઘટીને 1728 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. અમેરિકામાં દસ વર્ષના ટ્રેઝરી બોન્ડનું યીલ્ડ 1.75 ટકા પર પહોંચી ગયું. વિતેલા 14 મહિનામાં પ્રથમ વખત યીલ્ડ આ સપાટી પર આવ્યું છે. અમરિકન ફેડરલ રિઝર્વ તરફથી 2024 સુધી વ્યાજ દર શૂન્ય ટકા રાખવાના સંકેત મળ્યા બાદ યીલ્ડમાં આ ઉછાળો જોવા મળ્યો છે.
હવે કેરી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો, ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ