શોધખોળ કરો
Advertisement
Gold-Silver Rates: સોના-ચાંદીની કિંમત કેટલી વધી? જાણો આજના લેટેસ્ટ ભાવ
અમેરિકાની અર્થવ્યવસ્થાના આ સંકટને કારણે ગોલ્ડ અને સિલ્વરની વૈશ્વિક બજારમાં કિંમતમાં ઘટાડો જોવા મળ્યો અને તેની ઘરઆંગણે પણ અસર જોવા મળી છે.
અમેરિકામાં કોરોનાના રાહત પેકેજમાં વિલંબને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉભી થયેલી ચિંતને કારણે સોના ચાંદીની કિંમતમાં નબળાઈ જોવા મળી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના રિલીઝનો ચેક પર એ કહીને અટકાવી દીધો કે આ રકમ ઓછી છે. પંરતુ સેનેટે 2000 ડોલરનો ચેક ઇશ્યૂ કરવા પર કોઈ નિર્ણય કર્યો નથી. અમેરિકાની અર્થવ્યવસ્થાના આ સંકટને કારણે ગોલ્ડ અને સિલ્વરની વૈશ્વિક બજારમાં કિંમતમાં ઘટાડો જોવા મળ્યો અને તેની ઘરઆંગણે પણ અસર જોવા મળી છે.
એમસીએક્સ પર સોનાની કિંમતમાં ઘટાડો
એમસીએક્સ પર ગુરુવારો ગોલ્ડમાં 0.01 ટકા એટલે કે સાત રૂપિયાનો ઘટાડો આવ્યો અને આ 50128 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહ્યો. જ્યારે સિલ્વર ફ્યૂચર 0.11 ટકા એટલે કે 74 રૂપિયા ઘટીને 68540 રૂપિયા પ્રતિ કિલો પર રહી. અમદાવાદમાં સોનું હાજરમાં 49744 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બોલાયું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 50772 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બોલાયું.
દિલ્હી માર્કેટમાં સોનામાં ઘટાડો
દિલ્હી માર્કેટમાં બુધવારો સોનું 16 રૂપિયા ઘટીને 49484 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું. જ્યારે ચાંદી 205 રૂપિયા વધીને 67673 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું. વૈશ્વિક બજારમાં ગોલ્ડ 0.1 ટકા વધીને 1894.66 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું જ્યારે યૂએસ ગોલ્ડ ફ્યૂચર 0.3 મોંઘું થઈ ગયું. આ 1899.10 ડોલર પર વેચાયું. બીજી બાજુ ચાંદી 0.3 ટકા ઘટીને 26.54 ડોલર પર રહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement