શોધખોળ કરો

PAN Aadhaar linking: પાન-આધાર લિંકમાં વિલંબ બદલ સરકારે  600 કરોડનો દંડ વસૂલ્યો  

પાન-આધાર લિંકિંગમાં વિલંબ માટે સરકારે 600 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સરકારે સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે લગભગ 11.48 કરોડ કાયમી એકાઉન્ટ નંબર હજુ પણ બાયોમેટ્રિક ઓળખ સાથે જોડાયેલા નથી.

પાન-આધાર લિંકિંગમાં વિલંબ માટે સરકારે 600 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સરકારે સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે લગભગ 11.48 કરોડ કાયમી એકાઉન્ટ નંબર હજુ પણ બાયોમેટ્રિક ઓળખ સાથે જોડાયેલા નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે મુક્ત શ્રેણીઓને બાદ કરતાં, આધાર સાથે લિંક નહી કરવામાં આવેલા પાન કાર્ડની સંખ્યા 29 જાન્યુઆરી, 2024 સુધીમાં 11.48 કરોડ છે.

PAN આધાર સાથે લિંક નથી

વાસ્તવમાં, 30 જૂન, 2023 ની સમયમર્યાદા પછી તેમના PAN અને આધારને લિંક ન કરનારા વ્યક્તિઓ પર 1,000 રૂપિયાના દંડના  સરકારની કમાણીની વિગતો અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

જવાબ આપતા, નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે 1 જુલાઈ, 2023 થી 31 જાન્યુઆરી, 2024 સુધી જે વ્યક્તિઓએ તેમના PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું તેમની પાસેથી ફીની કુલ વસૂલાત 601.97 કરોડ રૂપિયા છે.

1 જુલાઈથી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે

તમને જણાવી દઈએ કે PAN ને બાયોમેટ્રિક આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 હતી. આવકવેરા વિભાગે કહ્યું હતું કે જે કરદાતાઓ તેમના આધાર ભરવામાં નિષ્ફળ ગયા છે તેમના PAN 1 જુલાઈ, 2023 થી નિષ્ક્રિય થઈ જશે અને આવા PAN સામે કોઈ રિફંડ કરવામાં આવશે નહીં. ઉપરાંત, TDS અને TCS ઊંચા દરે કાપવામાં આવશે/એકત્ર કરવામાં આવશે. આ સિવાય 1,000 રૂપિયાની લેટ ફી ભરીને PANને ફરીથી એક્ટિવેટ કરી શકાય છે.  

આ રીતે ઓનલાઈન તપાસો

આવકવેરા વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal/ પર જાઓ.

Quick Link પર જાઓ અને 'Link Aadhaar Status' પર ટેપ કરો.

નવું પેજ ખુલશે. અહીં તમારો PAN નંબર અને 12 અંકનો આધાર નંબર દાખલ કરો. આ પછી View Link Aadhaar Status પર ક્લિક કરો.

તમને અહીંથી ખબર પડી જશે.

આ રીતે આધાર અને PAN લિંક કરો

આવકવેરા ફાઇલિંગ વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in/ પર જાઓ.

નોંધણી કરો. જો પહેલાથી જ નોંધાયેલ છે તો તમારો PAN નંબર યુઝર આઈડી હશે.

યુઝર આઈડી અને પાસવર્ડ (જન્મ તારીખ) દાખલ કરીને લોગ ઇન કરો.

એક નવી વિન્ડો પોપ અપ થશે. અહીં તમને PAN ને આધાર સાથે લિંક કરવાનું કહેવામાં આવશે. તમે મેનુ બાર પર જાઓ અને 'પ્રોફાઈલ સેટિંગ્સ' પર જાઓ અને 'લિંક આધાર' પર ક્લિક કરો.

પાન કાર્ડમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, જન્મ તારીખ અને લિંગ પહેલાથી જ ઉલ્લેખિત હશે.

જો PAN માહિતી અને PAN માં કોઈ મિસ મેચ હોય તો તમારે તેને સુધારવું પડશે.

જો તમારી આધાર અને PAN માહિતી મેળ ખાય છે, તો તમારો આધાર નંબર દાખલ કરો અને લિંક Now બટન પર ક્લિક કરો.

એક પોપ-અપ મેસેજ દેખાશે જેમાં જણાવવામાં આવશે કે તમારું આધાર PAN સાથે સફળતાપૂર્વક લિંક કરવામાં આવ્યું છે.

તમે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પર જઈને PAN અને આધારને પણ લિંક કરી શકો છો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget