શોધખોળ કરો

CPSE Salary Hike: આ સરકારી કંપનીઓના કર્મચારીઓને મળશે ભેટ, પગાર બમણો થઈ શકે છે

Govt Employees Salary Hike: સરકારને પ્રસ્તાવ મળ્યો છે કે સરકારી કંપનીઓના વરિષ્ઠ કર્મચારીઓનો પગાર ખાનગી કંપનીઓના તેમના સમકક્ષ કર્મચારીઓની તુલનામાં સ્પર્ધાત્મક હોવો જોઈએ...

Govt Employees Salary Hike: કેન્દ્ર સરકારની કંપનીઓમાં કામ કરતા વરિષ્ઠ કર્મચારીઓને જલદી જ બમણા પગારની ભેટ મળી શકે છે. સરકાર આ અંગે એક પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. આ પ્રસ્તાવ ખાનગી કંપનીઓના વરિષ્ઠ કાર્યકારીઓની તુલનામાં સરકારી કંપનીઓના વરિષ્ઠ કર્મચારીઓને મળતા પગારના તફાવત અંગે છે.

ખાનગી ક્ષેત્ર સાથે સમાનતા કરવાનો લક્ષ્ય

ઈટીના એક અહેવાલમાં અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે પ્રસ્તાવ પર અમલ થયા બાદ સંબંધિત કંપનીઓના ટોચના કર્મચારીઓના પગારમાં 100 ટકા સુધીનો વધારો થઈ શકે છે. વાસ્તવમાં સરકારી કંપનીઓમાં કામ કરતા ટોચના એક્ઝિક્યુટિવ ખાનગી ક્ષેત્રના તેમના સમકક્ષોની તુલનામાં ઓછું વેતન મેળવે છે. આવી સ્થિતિમાં ટોચના સ્તરે એક્ઝિક્યુટિવનું પલાયન થાય છે. સરકારને મળેલો પ્રસ્તાવ સરકારી કંપનીઓ સાથે ટોચની પ્રતિભાને જોડી રાખવા માટે છે.

કામગીરીના આધારે વધશે પગાર

આ પ્રસ્તાવ તે CPSEs એટલે કે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ માટે છે, જેમનું ટર્નઓવર 100 કરોડ રૂપિયાથી વધુ છે. જોકે, 100 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતી સરકારી કંપનીઓના ટોચના કર્મચારીઓના પગારમાં વધારો ઘણી બાબતો પર આધાર રાખશે. પગારમાં વધારો કામગીરી આધારિત હશે અને તેનું નિર્ધારણ કરવામાં એસેટ મનીટાઇઝેશન, પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ઝડપ, નફો જેવા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે.

પબ્લિક એન્ટરપ્રાઇઝીસ સિલેક્શન બોર્ડનું સૂચન

અધિકારીઓનું કહેવું છે કે પબ્લિક એન્ટરપ્રાઇઝીસ સિલેક્શન બોર્ડ તરફથી મળેલા પ્રસ્તાવમાં પણ વળતર વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે. બોર્ડનું કહેવું છે કે નેતૃત્વના સ્થાન માટે ઉમેદવારો શોધવામાં તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને દૂર કરવા માટે સરકારી કંપનીઓના ટોચના પદો માટે વળતર વધારવાની જરૂર છે. PSEBના મતે, પેકેજ એટલા આકર્ષક હોવા જોઈએ કે તેનાથી યોગ્ય ઉમેદવારો આકર્ષાય.

બજેટ પહેલાં કેબિનેટ કમિટી પાસે જશે પ્રસ્તાવ

સંબંધિત પ્રસ્તાવને બજેટ રજૂ થાય તે પહેલાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી પાસે મોકલવામાં આવી શકે છે. ત્યારબાદ કેબિનેટ કમિટી પ્રસ્તાવ પર વિચારણા કરશે. નાણાકીય વર્ષ 2024 25નું સંપૂર્ણ બજેટ આ મહિને જ રજૂ થવાનું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ચૂંટણીના વર્ષને કારણે તે સમયે વચગાળાનું બજેટ આવ્યું હતું. હવે સંપૂર્ણ બજેટ આવવાનું છે.

ટોપ સ્ટોરી

બેન્ક FD ભૂલી જાઓ! પોસ્ટ ઓફિસની આ સ્કીમથી સતત 5 વર્ષ સુધી દર મહિને મેળવો 9250 રૂપિયા
બેન્ક FD ભૂલી જાઓ! પોસ્ટ ઓફિસની આ સ્કીમથી સતત 5 વર્ષ સુધી દર મહિને મેળવો 9250 રૂપિયા
8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ
8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget