ભારતનું અર્થતંત્ર ટોપ ગિયરમાં, એપ્રિલ 2023માં 1.87 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ GST કલેક્શન થયું
GST collection in April: એપ્રિલ 2022માં જીએસટી કલેક્શન રૂ. 1,67,540 કરોડ હતું. એટલે કે ગયા એપ્રિલની સરખામણીમાં આ એપ્રિલમાં જીએસટી કલેક્શનમાં રૂ. 19,495 કરોડ વધુ જીએસટી એકત્ર થયો છે.
GST Revenue Collection: એપ્રિલ 2023માં GST કલેક્શનના આંકડાઓએ ઈતિહાસ રચ્યો છે. GST કલેક્શનના આંકડા સામે આવ્યા છે, જે મુજબ એપ્રિલમાં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા થયું છે, જે અત્યાર સુધીનો ઐતિહાસિક રેકોર્ડ છે. માર્ચ 2023માં દેશનું GST કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા હતું. ગયા વર્ષે એપ્રિલ 2022માં GST કલેક્શન 1,67,540 કરોડ રૂપિયા હતું. એટલે કે ગયા એપ્રિલની સરખામણીમાં આ એપ્રિલમાં જીએસટી કલેક્શનમાં રૂ. 19,495 કરોડ વધુ જીએસટી એકત્ર થયો છે.
GST કલેક્શનનો ડેટા જાહેર કરતાં નાણા મંત્રાલયે કહ્યું કે એપ્રિલ 2023માં GST કલેક્શન ગયા વર્ષના એપ્રિલ મહિના કરતાં 12 ટકા વધુ છે. 20 એપ્રિલ, 2023ના રોજ એક દિવસમાં 9.8 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં એક જ દિવસમાં 68,228 કરોડ રૂપિયાનો જીએસટી એકત્ર કરવામાં આવ્યો હતો. અગાઉ, એક દિવસમાં ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ ગયા વર્ષે 20 એપ્રિલ, 2022 ના રોજ હતો, જ્યારે એક દિવસમાં 9.6 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં 57,846 કરોડ GST રિકવરી જોવા મળી હતી.
👉 #GST revenue collection for April 2023 highest ever at ₹1.87 lakh crore
— Ministry of Finance (@FinMinIndia) May 1, 2023
👉 Gross #GST collection in April 2023 is all time high, ₹19,495 crore more than the next highest collection of ₹1,67,540 crore, in April 2022
Read more ➡️ https://t.co/KGeb6ZLf0D
(1/2) pic.twitter.com/4RmDWG4cJB
ડેટા અનુસાર, એપ્રિલમાં કુલ 1,87,035 કરોડના GST કલેક્શનમાં CGST કલેક્શન રૂ. 38,440 કરોડ, SGST કલેક્શન રૂ. 47,412 કરોડ, IGST રૂ. 89,158 કરોડ અને સેસ તરીકે રૂ. 12.025 કરોડની વસૂલાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ જીએસટી કલેક્શન પર ટ્વીટ કર્યું કે ભારતીય અર્થતંત્ર માટે આ ખૂબ જ મોટા સમાચાર છે. નીચા ટેક્સ દર હોવા છતાં ટેક્સ કલેક્શનમાં રેકોર્ડ વધારો દર્શાવે છે કે GST એકીકરણ અને પાલનમાં કેવી રીતે સફળ રહ્યું છે.
Great news for the Indian economy! Rising tax collection despite lower tax rates shows the success of how GST has increased integration and compliance. https://t.co/xf1nfN9hrG
— Narendra Modi (@narendramodi) May 1, 2023
જો કે, આ પહેલીવાર છે જ્યારે GST કલેક્શન રૂ. 1.75 લાખ કરોડને વટાવી ગયું છે. માર્ચ 2023માં 9 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા જ્યારે ફેબ્રુઆરીમાં 8.1 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. જો આપણે એપ્રિલ મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની આવક પર નજર કરીએ તો, નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્રની આવક રૂ. 84,304 કરોડની સીજીએસટી રહી છે, જ્યારે રાજ્યો માટે એસજીએસટી રૂ. 85,371 કરોડ છે.