શોધખોળ કરો

GST કાઉન્સિલ બેઠક: સેનિટરી નેપકીન ટેક્સ ફ્રી, ફ્રિજ, ટીવી, વશિંગ મશીન સહીત આ વસ્તુઓ પર રાહત

નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની શનિવારે યોજાયેલી 28મી બેઠકમાં કેટલીક મહત્વની વસ્તુઓ પર જીએસટી દર માં ઘટાડો કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જીએસટી કાઉન્સિલે મોટો નિર્ણય કર્યો છે, જેના બાદ હોમ એપલાયન્સેજ પર લગાવવામાં આવેલ 28 ટકા જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સામાન્ય લોકોને રાહત આપતા જીએસટી કાઉન્સિલ દ્વારા ફ્રિજ, ટીવી, એસી, વોશિંગ મશીન જેવી 17 કંજ્યુમર ડ્યુરેબલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર ટેક્સ 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવામાં આવ્યો છે. સેનિટરી નેપકીન પર 12 ટકા જીએસટી હતી જેને હટાવી ટેક્સ ફ્રી કરવામાં આવી છે. સાનું-ચાંદી વગરની રાખડીઓ, માર્બલ અથવા લાકડામાંથી બનતી મૂર્તીઓ, હેન્ડીક્રાફ્ટ સાથે સંકળાયેલ વસ્તુઓને ટેક્સ ફ્રી જેવી વસ્તુઓને પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ વસ્તુઓ પર ઘટાડવામાં આવ્યો જીએસટી દર -1000 રૂપિયા સુધીના બુટ પર 5 ટકા, 68 સેમી સુધીનું ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, મિક્સર-ગ્રાઇન્ડર-જ્યુસર, વોટર કુલર, વોટર હિટર, શેવર, લીથિયમ, આયરન બેટરી, હેન્ડલુમની કાર્પેટ, વણાયેલી ટોપીઓ, સેન્ટ, પરફ્યૂમ, પેઈન્ટ પર 18 ટકા જીએસટી લાગશે. એથેનોલ પર GST 18% ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલની 28મી બેઠકની અધ્યક્ષતા નાણામંત્રીનો કાર્યભાર સંભાળી રહેલા પીયૂષ ગોયલે પ્રથમવાર કરી. પીયૂષ ગોયલે જણાવ્યું કે, નવો ટેક્સ દર 27 જુલાઇથી લાગુ કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 4 ઓગસ્ટે કેરળમાં યોજાશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાના વેપારીઓને પણ રાહત આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે રિટર્ન ભરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની મંજૂરી આપી દીધી છે. હવે વેપારીઓએ સિંગલ પેજ રિટર્ન ભરવાનું રહેશે. આ ઉપરાંત અત્યારસુધી એક મહિનામાં ત્રણની જગ્યાએ માત્ર એક રિટર્ન જ દાખલ કરવું પડશે. વર્ષે પાંચ કરોડ રૂપિયા સુધી ટર્નઓવરવાળા વેપારીઓને ત્રિમાસિક રિટર્ન ભરવા પડશે. કાઉન્સિલે જીએસટી કાયદામાં પ્રસ્તાવિત 46 ફેરફારોને મંજૂરી આપી છે. લગભગ 93 ટકા વેપારીઓને મોટી રાહત મળશે.

ટોપ સ્ટોરી

Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget