શોધખોળ કરો

Home Loan લેનારા ગ્રાહકોને મોટો આંચકો! દેશની આ દિગ્ગજ બેંકે વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે તમારી EMI?

અગાઉ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડાએ પણ હોમ લોનના દરમાં વધારો કર્યો છે.

HDFC Home Loan: જો તમારી પાસે પણ ઘર ખરીદવાનો પ્લાન છે અથવા તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો હવેથી તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે. હોમ લોનની સુવિધા આપતી ખાનગી ક્ષેત્રની કંપની HDFC લિમિટેડે વ્યાજદરમાં વધારો કર્યો છે. હોમ લોન લેનારાઓએ હવે વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. તમને જણાવી દઈએ કે વ્યાજ દરોમાં 0.05 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય જો તમે પહેલાથી જ હોમ લોન લીધી હોય તો તમારી EMI પણ વધી જશે.

કંપનીએ નિવેદન બહાર પાડ્યું

HDFC દ્વારા વ્યાજ દરોમાં વધારો અન્ય ધિરાણકર્તાઓ દ્વારા લેવામાં આવેલા પગલાંને અનુરૂપ છે. અગાઉ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડાએ પણ હોમ લોનના દરમાં વધારો કર્યો છે. કંપનીએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "HDFC એ 1 મે, 2022 થી હોમ લોન પર તેના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં 0.05 ટકાનો વધારો કર્યો છે."

SBIએ પણ દરમાં વધારો કર્યો છે

જો કે, નવા ગ્રાહકો માટે દરમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. લોનની રકમ અને મુદતના આધારે તેમના માટે વ્યાજ દર 6.70 થી 7.15 ટકા હશે. ગયા મહિનાની શરૂઆતમાં, SBI અને અન્ય ધિરાણકર્તાઓએ બેન્ચમાર્ક લોનના દરમાં વધારો કર્યો હતો.

બેંક ઓફ બરોડાએ હોમ લોનમાં ઘટાડો કર્યો હતો

બેંક ઓફ બરોડાએ તાજેતરમાં હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે જ્યારે બાકીની બેંકો તેમની લોનના દરમાં વધારો કરી રહી છે ત્યારે બેંક ઓફ બરોડાએ તેને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં, બેંકે તેના MCLR વધારવાની જાહેરાત કરી હતી. MCLR લગભગ 0.05 ટકા વધ્યો હતો. આ પછી પણ બેંકે હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વૃદ્ધિ

બેંક ઓફ બરોડાના જીએમ એચટી સોલંકીએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી રિયલ એસ્ટેટમાં તેજી છે. કોરોના બાદ હોમ લોન લેનારાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને, બેંકે નક્કી કર્યું છે કે ચોક્કસ સમયગાળા માટે સસ્તા વ્યાજ દર ઓફર કરીને, તે ગ્રાહકોને મોટો ફાયદો આપશે. આ સાથે ગ્રાહકો તેમના ઘરનું સપનું જલદી પૂર્ણ કરી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget