શોધખોળ કરો

જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ

HDFC Bank news: બેંકની વેબસાઇટ પરથી મળેલી માહિતી અનુસાર, કેટલાક જરૂરી સિસ્ટમ મેન્ટેનન્સને કારણે નવેમ્બરમાં બે દિવસ HDFC બેંકની UPI સેવા બંધ રહેશે.

HDFC Bank UPI services: ભારતમાં રોજ હજારો કરોડ રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. આના પરથી સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે દેશમાં UPIનો ઉપયોગ કેટલા સ્તરે થઈ રહ્યો છે. UPIએ માત્ર રોકડ લઈને ફરવાની જરૂરિયાતને જ નાબૂદ નથી કરી, પરંતુ તેણે ટ્રાન્ઝેક્શનને હવે ખૂબ સરળ અને સુરક્ષિત પણ બનાવી દીધું છે. પરંતુ આ મહિને બે દિવસ UPI બંધ રહેશે અને લોકો UPIનો ઉપયોગ નહીં કરી શકે. HDFC બેંકે તેના ગ્રાહકોને આ અંગે માહિતી આપી છે.

HDFC બેંકે તેના ગ્રાહકોને જણાવ્યું છે કે તેઓ નવેમ્બરમાં બે દિવસ સુધી બેંકની UPI સેવાનો ઉપયોગ નહીં કરી શકે. બેંકની વેબસાઇટ પરથી મળેલી માહિતી અનુસાર, કેટલાક જરૂરી સિસ્ટમ મેન્ટેનન્સને કારણે નવેમ્બરમાં બે દિવસ HDFC બેંકની UPI સેવા બંધ રહેશે. HDFC બેંકની UPI સેવાનો ઉપયોગ કરતા ગ્રાહકો 5 નવેમ્બર અને 23 નવેમ્બરે UPI દ્વારા ના તો પૈસા મોકલી શકશે અને ના તો પૈસા મેળવી શકશે.

HDFC બેંકે જણાવ્યું કે 5 નવેમ્બરે રાત્રે 12.00 વાગ્યાથી સવારે 02.00 વાગ્યા સુધી 2 કલાક માટે અને પછી 23 નવેમ્બરે રાત્રે 12.00 વાગ્યાથી સવારે 03.00 વાગ્યા સુધી 3 કલાક માટે બેંકની UPI સેવાઓ બંધ રહેશે. બેંકે જણાવ્યું છે કે આ દરમિયાન HDFC બેંકના કરંટ અને સેવિંગ્સ એકાઉન્ટ સાથે સાથે રૂપે કાર્ડ પર પણ કોઈપણ પ્રકારના ફાઇનાન્સિયલ અને નોન ફાઇનાન્સિયલ UPI ટ્રાન્ઝેક્શન્સ નહીં થઈ શકે. આ ઉપરાંત, જે દુકાનદારો HDFC બેંકની UPI સેવાથી પેમેન્ટ લે છે, તેઓ પણ આ દરમિયાન પેમેન્ટ નહીં લઈ શકે.

જો તમે તમારા HDFC બેંક એકાઉન્ટથી UPI ચલાવો છો તો તમે HDFC બેંક મોબાઇલ એપ, પેટીએમ, ફોનપે, ગૂગલ પે, મોબિક્વિક જેવા UPI દ્વારા ના તો પૈસા મોકલી શકશો અને ના તો મેળવી શકશો. કુલ મળીને આ દરમિયાન એવું કોઈપણ UPI ટ્રાન્ઝેક્શન નહીં થઈ શકે, જે HDFC બેંક સાથે જોડાયેલું છે.

યુપીઆઈ શું છે?

યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) એ સ્માર્ટફોન સક્ષમ ફંડ ટ્રાન્સફર છે જે બેંક ગ્રાહકોને એક UPI ID નો ઉપયોગ કરીને નાણાં ચૂકવવા/પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. તમે 'UPI પેમેન્ટ્સ' હેઠળ 'ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી' ટૅબ હેઠળ તમારા ભૂતકાળના વ્યવહારો જોઈ શકો છો. આ નેટબેંકિંગ અને બેંક સ્ટેટમેન્ટમાં પણ દેખાશે.

આ પણ વાંચોઃ

કેવી રીતે ખબર પડે કે લીવર ફેટી થઈ રહ્યું છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?

EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’

ABP Premium

વિડિઓઝ

CM Bhupendra Patel:ભરતીને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય | 22-3-2025Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM  અજિત પવારની ચેતવણી

IPL 2025: પર્સનલ કાર, પરિવાર અને મિત્રો પર પ્રતિબંધ... આ વખતે IPLમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા જેવા કડક નિયમો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખાલી પડેલી 10 હજારથી વધુ જગ્યા પર થશે  ટૂંક સમયમાં જ શિક્ષકોની ભરતી

KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન

Embed widget