શોધખોળ કરો
Advertisement
Home Loan Tips: હોમ લોનના વ્યાજ દર ન્યૂનતમ સ્તર પર, શું મકાન ખરીદવાનો આ યોગ્ય સમય છે ?
હોમ લોન પર વ્યાજ દર 6.7 ટકાથી 9 ટકાની રેન્જમાં છે. તેની સાથે પ્રોપર્ટી બજારમાં અનેક ડેવલપરોએ રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કિંમત ઘટાડી છે.
સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરમાં માંગ વધારવા તથા કન્સ્ટ્રક્શન સેક્ટરમાં રોજગારી વધારવાની કોશિશ કરી રહી છે. મકાનોનું વેચાણ વધારવા માટે રિઝર્વ બેંકના આદેશ બાદ લગભગ તમામ બેંકોએ હોમ લોનના દર ઘટાડ્યા છે. છેલ્લા બે દાયકામાં આ હોમ લોનના સૌથી નીચા દર છે. કોરોના કાળમાં આર્થિક ગતિવિધિને લાગેલા ઝટકાએ હોમ લોન દરને પ્રભાવિત કરી છે. આ સ્થિતિમાં ગ્રાહકો માટે ઘર ખરીદવાનો યોગ્ય સમય છે? તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
બેંકો તરફથી હોમ લોન સસ્તી કરવામાં આવતા તથા અર્થતંત્રની ગાડી પાટા પર ફરવાના સંકેતો વચ્ચે જે લોકોને તેમની આવક જળવાઈ રહેવાની આશા જોવા મળી રહી છે તેઓ ઘર ખરીદવાનો ફેંસલો લઈ શકે છે. કારણકહે હાલ પ્રોપર્ટીના ભાવ ઘણા ઘટ્યા છે અને મકાન સસ્તા મળી રહ્યા છે. જે ગ્રાહકો પાસે ઈએમઆઈ ચુકવવાની ક્ષમતા છે તેમણે આ તકનો લાભ લેવો જોઈએ।
હોમ લોન પર વ્યાજ દર 6.7 ટકાથી 9 ટકાની રેન્જમાં છે. તેની સાથે પ્રોપર્ટી બજારમાં અનેક ડેવલપરોએ રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કિંમત ઘટાડી છે. અનેક શહેરોએ સ્ટેમ્પ ડ્યૂટી પર છૂટની રજૂઆત કરી છે. આ સ્થિતિમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદવાનો યોગ્ય મોકો સાબિત થઈ શકે છે. એસબીઆઈથી લઈને એચડીએફસી અને યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોનના વ્યાજ ઘટાડ્યા છે. યૂનિયન બેંકે મહિલા કસ્ટમરને વધારાની છૂટની જાહેરાત કરી છે. તેથી જો તમે ઘર ખરીદવા ઈચ્છતા હોવ તો લોનનો વિકલ્પ અજમાવવો જોઈએ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
ગુજરાત પેટા ચૂંટણીઃ ચૂંટણી પંચે મત ગણતરીના સ્થળની કરી જાહેરાત, જાણો કઈ બેઠકની ક્યાં થશે મત ગણતરી
IPL 2020: આજે મુંબઈ-દિલ્હી વચ્ચે ક્વોલિફાયર 1, જીતનારી ટીમ સીધી જ પહોંચશે ફાઇનલમાં
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion