શોધખોળ કરો
IPL 2020: આજે મુંબઈ-દિલ્હી વચ્ચે ક્વોલિફાયર 1, જીતનારી ટીમ સીધી જ પહોંચશે ફાઇનલમાં
ચાલુ સીઝનમાં દિલ્હી એક પણ વખત મુંબઈને હરાવી શક્યું નથી, તેથી મુંબઈ જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
![IPL 2020: આજે મુંબઈ-દિલ્હી વચ્ચે ક્વોલિફાયર 1, જીતનારી ટીમ સીધી જ પહોંચશે ફાઇનલમાં IPL 2020: Qualifier 1 Mumbai Indians vs Delhi Capitals where to watch live IPL 2020: આજે મુંબઈ-દિલ્હી વચ્ચે ક્વોલિફાયર 1, જીતનારી ટીમ સીધી જ પહોંચશે ફાઇનલમાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/05100213/mumbai-indians1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(તસવીર સૌજન્યઃ IPL ટ્વિટર)
IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં લીગ રાઉન્ડ પૂરો થયા બાદ આજથી પ્લેઓફ મુકાબલા શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર બીજા ક્રમે રહેલી દિલ્હી કેપિટલ્સ સાથે થશે. પ્રથમ પ્લેઓફ જીતનારી ટીમ પાસે સીધી જ ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમ પાસે પણ ફાઇનલમાં પહોંચવાનો મોકો રહેશે.
પ્રથમ પ્લેઓફ મેચને ક્વોલિફાયર વન નામ આપવામાં આવ્યું છે. કારણકે વિજેતા ટીમને સીધી જ ફાઇનલની એન્ટ્રી મળી જાય છે. 6 નવેમ્બર શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બીજી પ્લેઓફ મેચ રમાશે. જેને એલિમિનેટર કહેવાય છે. શુક્રવારે જે ટીમ હરશે તેની આઈપીએલ સફર ખતમ થઈ જશે. 8 નવેમ્બરે રમાનારી બીજી પ્લેઓફના ત્રીજા મુકાબલાને ક્વોલિફાયર ટુ કહેવામાં આવ્યું છે. જો પણ ટીમ ક્વોલિફાયર ટૂમાં જીતશે તેની ટક્કર ક્વોલિફાયર વન જીતનારી ટીમે સાથે 10 નવેમ્બરે થશે.
આજનો મુકાબલો દુબઈમાં રમાશે. ભારતીય સમય મુજબ સાંજે 7.00 કલાકે ટોસ થશે અને 7.30 કલાકે મેચ શરૂ થશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની તમામ ચેનલો પર જોઈ શકાશે.
ચાલુ સીઝનમાં દિલ્હી એક પણ વખત મુંબઈને હરાવી શક્યું નથી, તેથી મુંબઈ જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. મુંબઈનો મુખ્ય આધાર રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, જસપ્રીત બુમરાહ, બોલ્ટ પર રહેશે. જ્યારે દિલ્હી ધવન, ઐયર, શૉ, હેટમાયર, રબાડાના દેખાવ પર જીતનો આધાર રાખશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)