PAN Card નકલી તો નથી ને? આ સરકારી એપની મદદથી મફતમાં મેળવી શકશો જાણકારી
PAN કાર્ડનો દુરુપયોગ અને ડુપ્લિકેટ PAN જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે આવકવેરા વિભાગે PAN કાર્ડ સાથે QR કોડ દાખલ કર્યો હતો
PAN કાર્ડનો દુરુપયોગ અને ડુપ્લિકેટ PAN જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે આવકવેરા વિભાગે PAN કાર્ડ સાથે QR કોડ દાખલ કર્યો હતો. જૂલાઈ 2018 થી તમામ પાન કાર્ડમાં એક યુનિક QR કોડ છે, જેમાં કરદાતાની વિગતો સામેલ છે. QR કોડ PAN કાર્ડના આગળના ભાગમાં છાપવામાં આવે છે અને તેમાં યુઝર્સનો ફોટો, સહી, સહિતનું નામ, માતા-પિતાનું નામ, જન્મ તારીખ જેવી વિગતો હોય છે.
આ QR કોડ વાંચવા માટે વપરાશકર્તાઓને એપ્લિકેશનની જરૂર પડશે. આ એપ Google Play Store પર ઉપલબ્ધ છે અને તેનું નામ Enhanced PAN QR Code Reader છે. આની મદદથી યુઝર્સ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને PAN કાર્ડ પર પ્રિન્ટ QR કોડ સ્કેન કરી શકે છે. તે તમારી વિગતોની ચકાસણી કરશે અને તમારા પાન કાર્ડને લગતી વાસ્તવિક સમયની વિગતો આપશે. આવો જાણીએ તમે કેવી રીતે આ એપનો ઉપયોગ કરી શકો છો.
આ રીતે એપ કામ કરે છે
સૌ પ્રથમ તમારે Google Play Store પર જવું પડશે અને Enhanced PAN QR Code Reader એપ ડાઉનલોડ કરવી પડશે. તમે ફક્ત NSDL ઈ-ગવર્નન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની વિકસિત એપ્લિકેશન ડાઉનલોડ જ કરો તેવું ધ્યાન રાખવું.
આ પછી યુઝર્સે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે.
હવે વ્યુ ફાઈન્ડર કેમેરાની જેમ ખુલશે અને તમારી સ્ક્રીન પર ગ્રીન ડોટ જોવા મળશે.
યુઝર્સે પોતાનું પાન કાર્ડ ચકાસવા માટે PAN QR કોડ પર કેમેરાથી સ્કેન કરો અને ગ્રીન ડોટને સેન્ટરમાં લઇ જવું પડશે.
ડોક્યુમેન્ટ સ્કેન થયા બાદ યુઝર્સને તેમના પાન કાર્ડ સાથે સંબંધિત તમામ વિગતો મળી જશે. આ રીતે તમે સરળતાથી તમારા પાન કાર્ડની પ્રમાણિકતા ચકાસી શકો છો.