શોધખોળ કરો
Advertisement
હ્યુન્ડાઈએ નવી થર્ડ જનરેશન કારનો લુક કર્યો જાહેર, માત્ર 11 હજારમાં કરાવી શકાશે બુકિંગ
Grand i10 Nios નવા સેફ્ટી સ્ટાન્ડર્ડ સાથે આવી શકે છે. તેમાં ડ્યૂઅલ એરબેગ્સ, EBD સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર, ફ્રન્ટ સીટ બેલ્ટ રિમાન્ડર અને સ્પીડ એલર્ટ જેવા ફીચર્સ કારના તમામ ટ્રિમ્સમાં સ્ટાન્ડર્ડ તરીકે મળશે.
નવી દિલ્હી: Hyundaની Grand i10નું એપડેટેડ વર્ઝન Grand i10 Nios કાર 20 ઓગસ્ટે લોન્ટ થશે. હ્યુન્ડાઈએ આ કારનું પ્રિ-બુકિંગ પણ શરૂ કરી દીધું છે. 11 હજાર રૂપિયા આપીને કંપનીની ડીલરશિપ પર Grand i10 Niosનું બુકિંગ કરી શકાય છે.
Grand i10 Nios નામ માત્ર ભારત માટે જ હશે. ઈન્ટરનેશનલ માર્કેટમાં આ કાર i10 નામથી જ વેચવામાં આવશે.નવી કાર સ્પોર્ટી દેખાય છે. તેમાં કેસ્કેડિંગ ગ્રિલ આપવામાં આવી છે, જેનાથી તેનો ફ્રંટ લુક પાવરફુલ દેખાય છે.
હ્યુન્ડાઈએ ગ્રાન્ડ i10 Niosમાં નવું ડેશબોર્ડ અને 8 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ નાખી છે. ડેશબોર્ડ અને ડોરપેડ્સ પર ડિમ્પલ્ડ ટેક્સચર્ડ ફિનિશ આપવામાં આવ્યું છે. Grand i10 Niosમાં પેટ્રોલ અને ડીઝલ બન્ને ઓપ્શન રહેશે.
Grand i10 Nios નવા સેફ્ટી સ્ટાન્ડર્ડ સાથે આવી શકે છે. તેમાં ડ્યૂઅલ એરબેગ્સ, EBD સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર, ફ્રન્ટ સીટ બેલ્ટ રિમાન્ડર અને સ્પીડ એલર્ટ જેવા ફીચર્સ કારના તમામ ટ્રિમ્સમાં સ્ટાન્ડર્ડ તરીકે મળશે.
કિંમતની વાત કરીએ તો આ Grand i10 Nios નવી કારની કિમત Grand i10 કરતા 10-15,000 રૂપિયા વધારે હોઈ શકે છે. હાલ Grand i10ની કિંમત 4.98 લાખથી 7.63 લાખ રૂપિયાન વચ્ચે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement