શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
હ્યૂન્ડાઇએ લૉકડાઉન દરમિયાન મેમાં નિકાસ કરી 5000 કારો, મેક ઇન ઇન્ડિયાને આપ્યુ પ્રોત્સાહન
હ્યૂન્ડાઇ મૉટર ઇન્ડિયાના એમડી અને સીઇઓ એસએમ કિમે કહ્યું કે હ્યૂન્ડાઇ મૉટરે 8 મેએ ચેન્નાઇની પાસે શ્રીપેરંબુદુરમાં પોતાના પ્લાનમાં પ્રૉડક્શન શરુ કર્યુ હતુ, અને તે દિવસે 200 કારોને રૉલાઉટ કરી હતી. કોરિયન કાર નિર્માતાએ એક નિવેદનમાં જણાવ્યુ કે નિકાસ કરાયેલા 5000 વાહનોનુ પરિચાલન શરૂ થયા બાદથી નિર્માણ કરવામાં આવ્યુ હતુ
નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે દેશમાં ઓટો ઇન્ડસ્ટ્રીના હાલત ખાસ્ત થઇ ગઇ છે, જોકે આ બધાની વચ્ચે હ્યૂન્ડાઇ મૉટરે જાહેરાત કરી છે કે તેને મેમાં લગભગ 5000 કારોની નિકાસ કરી છે, આની સાથે જ કંપનીએ કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરના સંકલ્પને પ્રોત્સાહન આપ્યુ છે.
હ્યૂન્ડાઇ મૉટર ઇન્ડિયાના એમડી અને સીઇઓ એસએમ કિમે કહ્યું કે હ્યૂન્ડાઇ મૉટરે 8 મેએ ચેન્નાઇની પાસે શ્રીપેરંબુદુરમાં પોતાના પ્લાનમાં પ્રૉડક્શન શરુ કર્યુ હતુ, અને તે દિવસે 200 કારોને રૉલાઉટ કરી હતી. કોરિયન કાર નિર્માતાએ એક નિવેદનમાં જણાવ્યુ કે નિકાસ કરાયેલા 5000 વાહનોનુ પરિચાલન શરૂ થયા બાદથી નિર્માણ કરવામાં આવ્યુ હતુ. એકવાર ફરીથી મે 2020માં 5000થી વધુ એકમોની નિકાસ કરીને સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી ચૂક્યા છીએ. આ હ્યૂન્ડાઇ મૉટરના સ્થાનીયકરણની દિશામાં કરાયેલા પ્રયાસો અને આર્થિક સુધારાઓનુ પ્રમાણ છે.
કિમે કહ્યું કે અમે 1999માં મેક ઇન ઇન્ડિયા- મેડ ફોર ધ વર્લ્ડના પ્રચારના ઉદેશ્યથી ભારતમાં પોતાની નિકાસનુ આયોજન શરૂ કર્યુ હતુ. પોતાની વૈશ્વિક રણનીતિ અનુસાર અમે 88 દેશોના 3 મિલિયનથી વધુ વાહનોની નિકાસ કરી છે, જે દેશ માટે અમારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion