શોધખોળ કરો

માઇક્રોસોફ્ટના અધિકારીઓની ઉપસ્થિતિમાં IAMCPનાં ગુજરાત ચેપ્ટરનો પ્રારંભ, જાણો વિગત

અમદાવાદઃ વિશ્વનાં સૌથી મોટા સ્વતંત્ર માઈક્રોસોફટ પાર્ટનર એસોસિએશન-ઈન્ટરનેશનલ એસોસિએશન ફોર માઈક્રોસોફટ ચેનલ પાર્ટનર્સ (આઈએએમસીપી)નાં ગુજરાત ચેપ્ટરનો આરંભ થયો છે. માઈક્રોસોફટ ઈન્ડિયાના જનરલ મેનેજર-પાર્ટનર ઈકોસિસ્ટમ રાજીવ સોઢી દ્વારા ગુજરાત ચેપ્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માઇક્રોસોફ્ટના ઉચ્ચ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.  આઈએએમસીપીનાં ગુજરાત ચેપ્ટરની  યોજાયેલી પ્રથમ મિટીંગમાં 50થી પણ વધુ પાર્ટનરોએ ભાગ લીધો હતો. આઈએએમસીપી ગુજરાત ચેપ્ટરની રજૂઆત પ્રસંગે માઈક્રોસોફટ ઈન્ડિયાનાં જનરલ મેનેજર પાર્ટનર ઈકોસિસ્ટમ રાજીવ સોઢીએ જણાવ્યું હતું કે, ‘આઈએએમસીપીના ગુજરાત ચેપ્ટરની રજૂઆત કરતા મને આનંદ થાય છે. માઈક્રોસોફટની સફળતા તેના પાર્ટનરો અને તેમના નાવિન્યપૂર્ણ સોલ્યુશન્સ તરફ આધાર રાખે છે, જે અમારા ગ્રાહકોને વૃધ્ધિ તરફ દોરી જાય છે. ગુજરાતની ઉદ્યોગ સાહસિક ઉર્જા જાણીતી છે અને અમારા પાર્ટનરો સંસ્થાઓને ખાસ કરીને એસએમબીએસને મદદરૂપ થવા તૈયાર છે. આઈએએમસીપી ચેપ્ટર તેના પાર્ટનરોને એક છત્ર નીચે લાવીને તેમના જોડાણનું સંવર્ધન કરશે અને તેમની શ્રેષ્ઠ પ્રેકટીસીસનું આદાનપ્રદાન કરશે.’ આઈએએમસીપી ઈન્ડિયાનાં પ્રેસિડેન્ટ સુરેશ રામાણીએ આ પ્રસંગે આઈએએમસીપીનાં પ્લેટફોર્મ દ્વારા પાર્ટનરો કેવી રીતે ફાયદો મેળવી શકે અને વ્યાપારની વૃધ્ધિ કરી શકે તે અંગે વાત કરી હતી. તેમણે આઈએએમસીપીનાં પાર્ટનરીંગ અને લર્નીંગનાં સંદર્ભમાં મુલ્યો વિશે પણ વાત કરી હતી. તેમણે વિશેષપણે વિમેન ઈન ટેકનોલોજી (ડબલ્યુઆઈટી) સમુદાય, વૈવિધ્યતા અને આઈએએમસીપીનાં ઈન્કલુઝન પગલાઓ વિશે અને તેની સભ્ય સંસ્થાઓ કેવી રીતે ફાયદો મેળવી શકે તે અંગે પણ વાત કરી હતી. આઈએએમસીપી અમદાવાદ (ગુજરાત પ્રદેશ) ચેપ્ટરના બોર્ડમાં પાંચ મુખ્ય માઈક્રોસોફટ પાર્ટનર સંસ્થાનાં એક્ઝિક્યુટિવ્સનો સમાવેશ થાય છે. આ બોર્ડમાં પ્રેસિડેન્ટ તરીકે બિટસ્કેપનાં ડાયરેક્ટર કાર્તિક શાહ, વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સિનોવર્જનાં સહસ્થાપક નમ્રતા ગુપ્તા, સેક્રેટરી જનરલ તરીકે દેવ આઈટી લિ.નાં ડાયરેક્ટર વિશાલ વાસુ, ટ્રેઝરર તરીકે એકોમ્પલીશ કનશલ્ટીંગ પ્રા. લિ.નાં ડાયરેક્ટર અંકિત પરાશર અને વડોદરા તેમજ દ. ગુજરાતનાં પ્રાદેશિક સેક્રેટરી તરીકે આઈટીસીજીનાં ડાયરેક્ટર નિલેશ કુવડિયાનો સમાવેશ થાય છે. આઈએએમસીપી મુખ્યત્વે પાર્ટનર ટુ પાર્ટનર નેટવર્કીંગ અને એજ્યુકેશન એન્ડ ગ્રોથ એમ બે મુખ્ય વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કરશે. આ કાર્યક્રમમાં માઈક્રોસોફટ કાઈઝાલા માટેનાં માઈક્રોસોફટ ઈન્ડિયા ગ્લોબલ બ્લેક બેલ્ટ અનુરાગ ગોરે કાઈઝાલા સાથેની નિશ્ચિત પ્રોડક્ટીવીટી અંગે નિદર્શન આપ્યું હતું. આઈએએમસીપીનાં ગુજરાત ચેપ્ટરની રજૂઆત પ્રસંગે માઈક્રોસોફટનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. તેમાં એસએમબી બિઝનેસનાં માઈક્રોસોફટ ઈન્ડિયા એસએમબી જીયો રિજન લીડ વિનયેન્દ્ર જૈન, માઈક્રોસોફટનાં ગુજરાત સ્ટેટ ટેરીટરી ચેનલ મેનેજર અભિજિત યાર્દી અને માઈક્રોસોફટ ઈન્ડિયાના સિનીયર પાર્ટનર ચેનલ ડેવલપમેન્ટ મેનેજર દિપેન ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
Embed widget