Fixed Deposit Rates : આ બેંકે ફરી વાર FD પર વ્યાજ દર વધાર્યો, ફટાફટ ચેક કરો નવો વ્યાજદર
FD RATES : બેંકે 1 થી 15 મહિનાની FD પર 5 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. અગાઉ, આ સમયગાળાની એફડી પર 4.25 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવતો હતો, જે વધારીને 4.30 ટકા કરવામાં આવ્યો છે.
ICICI Bank Fixed Deposit: તાજેતરમાં ઘણી બેંકોએ તેમના વ્યાજ દરો (Fixed Deposit Rates) માં ફેરફાર કર્યા છે. બેંકો તેમના વ્યાજ દરમાં સતત વધારો કરી રહી છે. દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક ICICI બેંક તેના ગ્રાહકો માટે એક વખત સારા સમાચાર લઈને આવી છે.
બેંકે 5 થી 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો
બેંકે તેના FD વ્યાજ દર (Fixed Deposit Rates)માં વધારો કર્યો છે. નોંધનીય છે કે બેંકે ગયા અઠવાડિયે જ તેના વ્યાજ દરમાં વધારો કર્યો હતો. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, હવે 2 કરોડથી 5 કરોડ રૂપિયાની FD કરનારા ગ્રાહકો માટે વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 5 થી 10 બેસિસ પોઈન્ટનો છે. આ સાથે, આ નવા દરો 21 એપ્રિલ 2022 થી લાગુ કરવામાં આવ્યા છે.
હવે કેટલા દરથી મળશે FD પર વ્યાજ?
તમને જણાવી દઈએ કે બેંકે 1 થી 15 મહિનાની FD પર 5 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. અગાઉ, આ સમયગાળાની એફડી પર 4.25 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવતો હતો, જે વધારીને 4.30 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, 15 થી 18 મહિનાની એફડીમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ FD પર 4.30 ટકા વ્યાજ મળતું હતું, જે હવે વધારીને 4.40 ટકા કરવામાં આવ્યું છે.
2 વર્ષની FDથી 18 મહિનાની FD પર અગાઉ 4.40 ટકા વ્યાજ મળતું હતું, જે હવે વધારીને 4.50 ટકા કરવામાં આવ્યું છે. 2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ સુધીની FD પર 4.60 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. 3 વર્ષ 1 દિવસથી 10 વર્ષ માટે 2 થી 5 કરોડ રૂપિયાની FD પર 4.70 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.