(Source: ECI/ABP News/ABP Majha)
Sahara Refund: આ લોકોને નહી મળે સહારા રિફંડના પૈસા, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
શું તમે સહારા કો-ઓપરેટિવ સોસાયટીમાં રોકાણ કર્યું છે અને તમારા પૈસા હજુ સુધી સહારા રિફંડ પોર્ટલ પર પરત આવ્યા નથી?
Sahara Refund Portal: શું તમે સહારા કો-ઓપરેટિવ સોસાયટીમાં રોકાણ કર્યું છે અને તમારા પૈસા હજુ સુધી સહારા રિફંડ પોર્ટલ પર પરત આવ્યા નથી? ઘણા લોકોને 45 દિવસ પછી પણ રિફંડ મળ્યું નથી. જો તમે આમાં સામેલ છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે ફરી એકવાર પોર્ટલની મુલાકાત લેવી પડશે અને રિફંડ માટે અરજી કરવી પડશે. અગાઉ રિફંડ માટે અરજી કરતી વખતે તમે કદાચ ભૂલ કરી હશે અને તમને તેના સંબંધમાં એક મેઇલ મળ્યો હશે. તમે આ મેલમાં આપેલી ભૂલોને સુધારીને ફરીથી રિફંડ માટે અરજી કરી શકો છો.
નિયમો શું છે?
સહારા રોકાણકારો માટે સરકાર દ્વારા શરૂ કરાયેલ સહારા રિફંડ પોર્ટલ વિશે માહિતી આપતાં જણાવાયું હતું કે જો અરજી યોગ્ય રીતે કરવામાં આવશે તો 45 દિવસમાં રિફંડ આપવામાં આવશે. આ પોર્ટલ જૂલાઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ 5 મહિના પછી પણ ઘણા રોકાણકારોને તેમના પૈસા પાછા મળ્યા નથી. સહારા રિફંડ પોર્ટલના અપડેટ મુજબ, જે રોકાણકારોને 45 દિવસ પછી પણ રિફંડ મળ્યું નથી તેઓ પોર્ટલ પર ફરીથી રિફંડ માટે અરજી કરી શકે છે. જે રોકાણકારોને પૈસા મળ્યા નથી તેઓ તેમની ભૂલ સુધારી શકે છે અને ફરીથી અરજી કરી શકે છે.
આ રીતે કરી શકાશે અરજી
-સહારા રિફંડની સત્તાવાર વેબસાઇટ (https://mocrefund.crcs.gov.in/Depositor/Register) પર ક્લિક કરો.
-આધાર નંબરના છેલ્લા 4 અંક અને તેની સાથે જોડાયેલ મોબાઈલ નંબર દાખલ કરો.
-મોબાઈલ નંબર પર મળેલો OTP દાખલ કરો અને વેરિફિકેશન કરો.
-તમારી પાસે આવેલું ફોર્મ ડાઉનલોડ કરો.
-ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરો અને પછી તેને સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરો.
-સહારામાં રોકાણના સભ્યપદ નંબરની રસીદ પણ અપલોડ કરો.
-બધા જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે અપલોડ કર્યા પછી તમારી અરજી સબમિટ કરો.
-જો યોગ્ય રીતે અરજી કરવામાં આવે તો તમને 45 દિવસની અંદર રિફંડ મળી જશે.