Tips: ભૂલથી બીજાના ખાતામાં ટ્રાન્સફર થઇ ગયા છે રૂપિયા, તો આ આસાન ટિપ્સથી મળી જશે પાછા, જાણો પ્રૉસેસ......
જો તમે ભૂલથી પૈસા કોઇ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હોય તો તે તમને આસાનીથી મળી જશે. આના માટે બેન્કની એક પ્રૉસેસ છે, આવો જાણીએ ભૂલથી ટ્રાન્સફર થયેલા પૈસા કઇ રીતે ફરીથી મેળવી શકાય છે.......
નવી દિલ્હીઃ કોરોના કાળમાં કૉન્ટેક્ટલેસ પેમેન્ટને પ્રોત્સાહન મળ્યુ છે. લોકો હવે કેશની જગ્યાએ યુપીઆઇ કે વૉલેટ કે પછી એકાઉન્ટથી પેમેન્ટ કરવાનુ પસંદ કરે છે. પરંતુ હંમેશા એવુ જોવા મળ્યુ છે કે ઉતાવળમાં પૈસા કોઇ બીજાના એકાઉન્ટમાં મોકલવાના હોય અને બીજાના એકાઉન્ટમાં ચાલ્યા જાય છે. ત્યારબાદ આપણે વિચારીએ છીએ કે હવે પૈસા ગયા હવે પાછા નહીં મળે. પરંતુ એવુ નથી. જો તમે ભૂલથી પૈસા કોઇ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હોય તો તે તમને આસાનીથી મળી જશે. આના માટે બેન્કની એક પ્રૉસેસ છે, તે પછી આ સંભવ છે. આવો જાણીએ ભૂલથી ટ્રાન્સફર થયેલા પૈસા કઇ રીતે ફરીથી મેળવી શકાય છે.......
ભૂલથી બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થવા પર કરો આ કામ-----
જો તમે ભૂલથી કોઇ બીજા વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, તો સૌથી પહેલા પોતાની બેન્કમાં જઇને જાણો કે કોના એકાઉન્ટમાં પૈસા ગયા છે.
હવે જે વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ભૂલથી ટ્રાન્સફર થઇ ગયા છે, તેનો બેન્કમાં જઇને સંપર્ક કરો.
ભૂલથી પૈસા ટ્રાન્સફર થવાનુ પ્રમાણ આપીને તમને તમારા પૈસા પાછા મળી શકે છે.
રિઝર્વ બેન્ક અનુસાર, તમારી અનુમતી વિના પૈસા કાઢી લેવામાં આવે છે તો તમને ત્રણ દિવસની અંદર બેન્ક આ ઘટનાની જાણકારી આપશે.
આમ કરવાથી તમારા પૈસા બચી શકે છે. બેન્ક તમારા એકાઉન્ટમાં પૈસા પાછા મોકલી દેશે.
ભૂલથી પૈસા ટ્રાન્સફર થવાનુ પ્રમાણ આપીને તમને તમારા પૈસા પાછા મળી શકે છે.
આવી ઘટનાઓમાં થયો વધારો-
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી કેટલીયે એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં લોકોના પૈસા કોઇ ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા. આ ઉપરાંત લોકો ઓનલાઇન ફ્રૉડનો પણ શિકાર બહુજ વધુ થઇ રહ્યો છે. કેટલાય લોકોને બેન્ક વાળા બનીને નકલી ફોન કૉલ્સ પણ આવે છે. કોરોનાકાળમાં એવી ઘટનાઓ ઝડપથી વધી છે.