શોધખોળ કરો
Advertisement
સોનું ખરીદવા માગતો હો તો હમણાં બિલકુલ ના ખરીદતા, જાણો બજારના જાણકારો શું કહી રહ્યા છે ?
2008ની આર્થિક મંદી પછી ફરી 2011માં સોનું વધીને વૈશ્વિક બજારમાં 1900 ડોલરને પાર કરી ગયું હતું. જોકે બાદમાં સ્થિતિ સામાન્ય થતા સોનામાં કડાકો બોલી ગયો હતો.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની રસીને સમાચારને પગલે વૈશ્વિક શેર બજારોમાં જોરાદર ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે સોના ચાંદીની તેજી ચાલને બ્રેક લાગી હતી. સમચારા એજન્સી રોયટર્સના જણાવ્યાનુસાર વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 5 ટકા સુધીનો કડાકો બોલી ગયો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે સોનાની કિંમતમાં હજુ વધારે 5-8 ટકાનો કડાકો જોવા મળી શકે છે.
દિલ્હી માર્કેટમાં ગુરુવારે સોનાનો ભાવ 11 રૂપિયાના સુધારા સાથે 53132 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો હતો. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર ચાંદી પણ 1154 રૂપિયાના સુધારા સાથે 68,349 રૂપિયા પ્તિ કિલોગ્રામ રહી હતી જે વિતેલા કારોબારી સત્રમાં 66,795 રૂપિયા પ્રતિ કિલો હતી.
સોનાના ભાવમાં કડાકો કેમ બોલાયો
કોરોનાની રસીના સમાચાર આવતા જ અમેરિકના સ્ટોક માર્કેટમાં જોરદાર ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. કોરાનાની રસીની બજાર પર સકારાત્મક અસર જોવા મળી છે. જેના પગલે અમેરિકાના સ્ટોક માર્કેટમાં S&P 500 નવી ઉંચાઈ પર ટ્રેડ કરી રહ્યા છે.
હવે આગળ શું થશે?
નિષ્ણાંતોનું કહેવું છે બજારમાં જ્યારે અસુરક્ષાનું વાતાવરણ હોય ત્યારે સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં ખરીદી જોવા મળતી હોય છે. 1970માં મંદીના સમયમાં સોનાનો ભાવ નવી ટોચ પર પહોંચ્યો હતો ત્યારે બાદ 2008ની આર્થિક મંદીમાં પણ સોનામાં જોરદાર તેજી જોવા મળી હતી.
2008ની આર્થિક મંદી પછી ફરી 2011માં સોનું વધીને વૈશ્વિક બજારમાં 1900 ડોલરને પાર કરી ગયું હતું. જોકે બાદમાં સ્થિતિ સામાન્ય થતા સોનામાં કડાકો બોલી ગયો હતો. નિષ્ણાંતોનું કહેવું ચે કે, કોરોનાની રસી જ્યારે બજારમાં આવી જશે ત્યારે ફરી સોનાના ભાવમાં કડાકો બોલી શકે છે.
તો શું હવે સોનું સસ્તું થશે?
નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોનાની રસા બજારમાં આવતા જ સોનાના ભાવમાં દબાણ જોવા મળશે. આગામી સમયમાં સોનામાં 5-8 ટકાના ઘટાડાની શક્યતા દર્શાવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion