શોધખોળ કરો
રોકાણ પર દર વર્ષે 9.95 ટકાનું વ્યાજ જોઈએ છે તો આ સ્કીમમાં થશે ફાયદો
ફિક્સ્ડ ડિપોઝિટ સહિત અન્ય સંસાધનો પર વ્યાજ દર હાલમાં નીચલી સપાટી પર છે, જ્યાં 5થી 7 ટકાના દરે વ્યાજ મળે છે.

રોકાણ પર વાર્ષિક 9.95 ટકાના દરે વ્યાજ જોઈએ છે તો આ સમાચાર તમારા માટે છે. એડલવાઈસ ફાઇનાન્શિયલ સર્વિસીસે નોન કનવર્ટિબલ ડિબેન્ચર (એનસીડી) લોન્ચ કર્યા છે. તેના માધ્યમથી કંપનીએ 200 કરોડ રૂપિયા મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે અને તેના પર 9.95 ટકાના દરે વ્યાજ મેળવી શકાય છે.
વહેલા તે પહેલાના ધોરણે મળશે એલોટમેન્ટ
નોંધનીય છે કે, એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસી એનસીડીને કેયરે A પ્લસ રેટિંગ આપ્યું છે. તે અંતર્ગત વહેલા તે પહેલાના ધોરણે એલોટમેન્ટ પણ મળશે. જ્યારે આ મામલે કંપની દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, તેની ફેસ વેલ્યૂ એક હજાર રૂપિયા છે અને તેના દ્વારા શરૂઆતનો ટાર્ગેટ 100 કરોડ રૂપિયા સેટ કરવામાં આવ્યો છે પરંતુ સારો રિપ્સોન્સ મળશે તો કંપની ટાર્ગેટ 200 કરોડ રૂપિયા સુધી વધારી શકે છે.
રોકાણ પર મળશે આટલું વ્યાજ
કંપનીએ જાણકારી આપી છે કે 10 વર્ષના રોકાણ પર 9.95 ટકાના દરે વ્યાજ મળશે. જ્યારે 3 વર્ષના રોકાણ પર 9.35 ટકાના દરે વ્યાજ મળશે. જો રોકાણ 5 વર્ષ માટે કરવામાં આવશે તો વ્યાજ દર 9.8 ટકા રહેશે. તેના દ્વારા મળનારી રકમનો 75 ટકા કંપની દ્વારા વ્યાજ અને મૂડી ચૂકવવા માટે કરવામાં આવશે.
વધારાનું ઇન્સેન્ટિવ પણ મળશે
કંપની દ્વારા એ પણ જાણકારી આપવામાં આવી છે કે, તમામ કેટેગરીના ઇન્વેસ્ટર્સને વાર્ષિક 0.2 ટકાનું વધારાનું ઇન્સેન્ટિવ પણ મળશે. જણાવીએ કે આ કંપની એડલવાઇસ હાઉસિંગ ફાઇનાન્સની કંપની છે જે રિટેલ અને અન્ય ફાયનાન્સનો કારોબાર કરે છે. જ્યારે એનસીડીને કંપની દ્વારા બીએસઈ પર લિસ્ટે પણ કરવાવામાં આવશે જેથી રોકાણકારોને લિક્વિડિટી મળી રહે.
નોંધનીય છે કે, ફિક્સ્ડ ડિપોઝિટ સહિત અન્ય સંસાધનો પર વ્યાજ દર હાલમાં નીચલી સપાટી પર છે, જ્યાં 5થી 7 ટકાના દરે વ્યાજ મળે છે. એવામાં આ પ્રકારના રોકાણ પર 9.95 ટકા વ્યાજ એવા રોકાણકારો માટે રાહતરૂપ હોઈ શકે છે જે એફડી અથવા બચત ખાતામાં પોતાની મૂડી રાખે છે.
વધુ વાંચો
Advertisement





















