શોધખોળ કરો

IMEI Registration: હવે મોબાઈલ ફોન કંપનીઓ માટે આ કામ કરવું ફરજિયાત થઈ ગયું, જાણો ક્યારેથી નિયમ લાગુ થશે

સરકારે આ સંબંધમાં 26 સપ્ટેમ્બરે જારી કરેલા નોટિફિકેશનમાં કહ્યું છે કે આ પ્રિવેન્શન ઓફ ટેમ્પરિંગ વિથ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2022 હેઠળ જારી કરવામાં આવ્યું છે.

IMEI Registration: મોબાઇલ ફોન ઉત્પાદકો અને આયાતકારો માટે તેમના સ્માર્ટફોનના IMEI નંબર (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી)ની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ભારતમાં વેચાતા તમામ મોબાઈલ હેન્ડસેટનો IMEI નંબર તેના નકલી ઉપકરણ નિવારણ પોર્ટલ પર રજીસ્ટર કરાવવો પડશે. ટેલિકોમ વિભાગે 26 સપ્ટેમ્બરે ગેઝેટ નોટિફિકેશન દ્વારા આ જાણકારી આપી છે.

26 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું

સરકારે આ સંબંધમાં 26 સપ્ટેમ્બરે જારી કરેલા નોટિફિકેશનમાં કહ્યું છે કે આ નોટિફિકેશન પ્રિવેન્શન ઓફ ટેમ્પરિંગ વિથ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2022 હેઠળ જારી કરવામાં આવ્યું છે. જે પોર્ટલ પર તેને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તે વર્ષ 2020 થી કાર્યરત છે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા 1 જાન્યુઆરી, 2023 પહેલા પૂર્ણ કરવાની રહેશે, ત્યારબાદ કાર્યવાહી કરી શકાશે.

શા માટે સરકારે આટલું મોટું પગલું ભર્યું

કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેના હેઠળ ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને બ્લોક કરી શકાય છે. આવા હેન્ડસેટના દુરુપયોગને રોકવા માટે સરકારે પણ આ પગલું ભર્યું છે. સરકાર વિવિધ સુરક્ષા મુદ્દાઓમાં મોબાઈલ ફોનના દુરુપયોગથી વાકેફ છે અને તેથી જ આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.

IMEI નંબર શું છે

ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર એ કોઇપણ મોબાઇલ ફોનનો યુનિક ઇક્વિપમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર છે. તેમાં કુલ 15 અંક છે. ઘણી વખત મોબાઈલ ખોવાઈ જાય પછી તેને શોધવામાં મુશ્કેલી પડે છે. તેનું કારણ એ છે કે ટેલિકોમ નેટવર્કમાં સમાન IMEI નંબરવાળા નકલી ઉપકરણો છે.

આના દ્વારા તમે મોબાઈલના મોડલ, તેના ઉત્પાદનનું સ્થળ અને મોબાઈલ ઉપકરણના સીરીયલ નંબર વિશે જાણી શકો છો. આંકડાઓ અનુસાર, ભારતમાં લગભગ 25 મિલિયન લોકોએ IMEI વિના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

હવે ફોન ચોરી કરનારાઓનું આવી બનશે

માર્કેટમાં એક જ IMEI નંબર ધરાવતા અનેક મોબાઈલ ફોનના કિસ્સામાં, જો એક મોબાઈલ ચોરાઈ ગયો હોય તો તેને ટ્રેક કરી શકાતો નથી. નવા નિયમો અનુસાર દરેક ફોન યુનિટની ઓળખ અનન્ય હોવી જોઈએ. મતલબ કે હવે પહેલા કરતા ચોરાયેલા ફોનને ટ્રેસ કરવામાં સરળતા રહેશે અને ચોર પોલીસના હાથે ઝડપાઈ જશે. 1 જાન્યુઆરી 2023થી નવા ફેરફારનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
Embed widget