ભારતના આ વિસ્તારમાં પેટ્રોલનો ભાવ 106 રૂપિયાને પાર, ડીઝલ 100 રૂપિયા નજીક
છેલ્લા બે વર્ષમાં સૌપ્રથમ વખત વૈશ્વિક ક્રૂડ ઓઈલ પ્રાઈસના બેન્ચમાર્ક એવા બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૭૨ ડોલરની નજીક છે.
દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત ભાવ વધારો થતા નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વાતો આવ્યો છે. દેશમાં છેલ્લા 32 દિવસમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 21 વખત ભાવ વધારો થયો છે. રાજ્યમાં 8 જૂનના રોજ પેટ્રોલમાં પ્રતિ લિટરે 27 પૈસાનો જ્યારે ડિઝલમા પ્રતિ લિટરે 29 પૈસાનો વધારો થયો છે. દિલ્લીમાં પણ પેટ્રોલ 95 રૂપિયા તો ડિઝલ 86 રૂપિયાની વિક્રમી સપાટીને પાર પહોંચી ગયો છે.
રાજ્યોમાં વેટ અને ફ્રેઈટ ચાર્જીસ અલગ અલગ હોવાથી રાજ્યોમાં ઈંધણના ભાવ અલગ અલગ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ વેટ રાજસ્થાનમાં વસૂલવામાં આવે છે. વધુમાં પાકિસ્તાનની સરહદ નજીક શ્રીગંગાનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ પહોંચાડવાનો ખર્ચ સૌથી વધુ થતો હોવાથી દેશમાં શ્રીગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ સૌથી વધુ રહે છે. હાલ શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂ. ૧૦૬.૩૯ અને ડીઝલની કિંમત પ્રતિ લીટર રૂ. ૯૯.૨૪ છે. આ સપ્તાહે શ્રીગંગાનગરમાં ડીઝલની કિંમત પ્રતિ લીટર રૂ. ૧૦૦ની સપાટીને વટાવી જવાની સંભાવના છે.
છેલ્લા બે વર્ષમાં સૌપ્રથમ વખત વૈશ્વિક ક્રૂડ ઓઈલ પ્રાઈસના બેન્ચમાર્ક એવા બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૭૨ ડોલરની નજીક છે. પરિણામે પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
નવા ભાવ વધારા સાથે ગુજરાતના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો પ્રતિ લિટરે 92.33 રૂપિયા તો ડિઝલનો પ્રતિ લિટરે 92.90 રૂપિયા પર પહોંચી ગયું છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 92.53 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 93.9 રૂપિયા પર પહોંચી ગયો છે.
રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લિટરે 92.11 રૂપિયા, તો ડિઝલ 92. 69 રૂપિયા પ્રતિ લિટરે વેંચાય રહ્યું છે.
વડોદરામાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 92 રૂપિયા તો ડિઝલનો એક લીટરનો ભાવ 92.57 રૂપિયા પર પહોંચી ગયો છે.
જામનગરમાં એક લીટર પેટ્રોલનો ભાવ 92.26 રૂપિયા, ડિઝલનો ભાવ 92.82 રૂપિયા પર પહોંચી ગયો છે.
જૂનાગઢમાં પણ પેટ્રોલનો એક લીટરનો ભાવ 92.94 રૂપિયા, અને ડિઝલનો ભાવ 93.52 રૂપિયા પર પહોંચી ગયો છે.
સુરતમાં એક લિટર પેટ્રોલનો ભાવ 92.35 રૂપિયા પર, તો ડિઝલનો ભાવ 92.93 રૂપિયા પર પહોંચી ગયો છે.
ભાવનગરમાં પેટ્રોલનો એક લીટરનો ભાવ 93.09 રૂપિયા, તો ડિઝલનો એક લીટરનો ભાવ 94.46 રૂપિયા પર પહોંચી ગયો છે.