Income Tax : ઈન્કમ ટેક્ષ ભરનારાઓને મોદી સરકારની મોટી ભેટ, હવે બચશે રૂ, 25,000
બજેટમાં સરકાર દ્વારા નવા ટેક્સ રિજિમમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે હેઠળ સાત લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ વસૂલ કરવામાં નહીં આવે.
India Income Tax Slab : કેન્દ્રની મોદી સરકારે કરદાતાઓને મોટી રાહત આપી છે. અત્યાર સુધી 7 લાખની આવક પર કોઈ ઈન્કમ ટેક્ષ ફ્રી હતો પરંતુ જો 7 લાખ ને 100 રૂપિયા થાય તો કરદાતા પાસેથી ટેક્ષ વસુલવાની જોગવાઈ હતી. જેમાં મોદી સરકારે સુધારો કરતા કરોડો કરદાતાઓને મોટી રાહત મળી છે.
બજેટમાં સરકાર દ્વારા નવા ટેક્સ રિજિમમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે હેઠળ સાત લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ વસૂલ કરવામાં નહીં આવે. અત્યાર સુધી કોઇ કરદાતાની આવક 7,00,100 છે તો તેને અગાઉના નિયમ પ્રમાણે 25,010 રૂપિયાનો ટેક્સ ભરવો પડતો હતો. આવકમાં માત્ર 100 રૂપિયાનો વધારો થવાને કારણે પણ કરદાતા પર ટેક્સનો બોજ વધીને 25,100 રૂપિયા થઇ જાય છે.
પરંતુ નવા ફેરફાર મુજબ જો કોઇ વ્યકિતની આવક 7 લાખ રૂપિયાથી 100 રૂપિયા વધારે હોય તો તેને ચૂકવવવાની થતી ટેક્સની રકમ 100 રૂપિયાથી વધારે ન હોવી જોઇએ. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા આપવામાં આવેલી રાહતથી 7, 27, 777 રૂપિયા સુધીની આવક ધરાવતા કરદાતાઓને ફાયદો થશે.
જો કે મૂંઝવણમાં એ લોકો આવી ગયા હતાં તેમની આવક સાત લાખ રૂપિયાથી થોડીક વધારે હતી. કારણ કે, નિયમ અનુસાર સાત લાખ રૂપિયાથી વધારે આવક હોય તો પગાર પર ટેક્સની ગણતરી શરૂથી થાય છે. આ સ્થિતિમાં 7 લાખ રૂપિયાથી 100 રૂપિયા પણ આવક વધારે હોય તો હજારો રૂપિયાનો ટેકસ વધી જતો હતો. જો કે સરકારે મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યુ છે કે જો સાત લાખ રૂપિયાથી વધુની આવક ગણતરી કરવામાં આવેલા ટેક્સથી ઓછી છે તો કરદાતાને કોઇ ટેક્સ ભરવો પડશે નહીં.
તાજેતરમાં જ લોકસભામાં ફાઇનાન્સ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેમાં નવા ટેક્સ રિજિમમાં કરદાતાઓને સામાન્ય રાહત આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. નાણા મંત્રાલયે નવા પ્રસ્તાવને ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, એક એપ્રિલથી અમલમાં આવનારા નવા ટેક્સ રિજિમ મુજબ જો કરદાતાની આવક 7 લાખ રૂપિયા સુધી છે તો તેને કોઇ ટેક્સ ભરવો પડતો નથી.
Income Tax Rules : વર્ષે 8 લાખ કમાનારા ગરીબ તો પછી 2.5 લાખની કમાણી પર ટેક્ષ કેમ? સરકારની વિચિત્ર નીતિ
કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનામતનો લાભ લેવા માટે સામાન્ય અથવા OBC વર્ગ માટે સરકારે વાર્ષિક આવક મર્યાદા 8 લાખ રૂપિયા નક્કી કરી છે, જેને ક્રીમી લેયર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓબીસી કે જનરલ કેટેગરીમાં જે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી છે તેમને જ અનામતનો લાભ મળે છે. સરકાર આવા લોકોને ગરીબ માને છે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, તો પછી 2.50 લાખ રૂપિયાથી થોડી વધુ કમાણી કરનારા લોકો ઈન્કમ ટેક્સ કેમ ભરે છે? આ વાતનો પડઘો સંસદમાં સંભળાયો છે.
8 લાખ કમાતા ગરીબ તો 2.50 લાખ પર ટેક્સ શા માટે?
આ ભેદભાવ અંગે સંસદમાં સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. રાજ્યસભાના સાંસદ પી ભટ્ટાચાર્યએ નાણામંત્રીને આ અંગે સવાલ કર્યો હતો કે, જ્યારે સરકાર 8 લાખ રૂપિયા કમાતા લોકોને ગરીબ માને છે, તો 2.50 લાખ રૂપિયા કમાતા લોકોને ટેક્સ ભરવાનું કેવી રીતે કહેવામાં આવે?